તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistan Cricket Board Salary Of Pakistani Players Increased By 250 Times; PCB Chief Rameez Raja Said – Bilateral Series With India Is Not Possible

પાકિસ્તાની ક્રિકેટરોના પગારમાં 250 ટકાનો વધારો:દેશમાં ગંભીર આર્થિક તંગી વચ્ચે PCBની જાહેરાત, હવે 1.4 લાખથી 2.5 લાખ રુપિયા મહિને પગાર મળશે

12 દિવસ પહેલા
  • દરેક ખેલાડીની સેલરીમાં એક લાખનો વધારો કર્યો
  • ટી-20 વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં જીતનો દાવો

ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ક્રિકેટ ખેલાડીઓના પગારમાં 250 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગ્રુપ ડીના ખેલાડીઓ પગારવધારાના સૌથી મોટા લાભાર્થી રહેશે. તેમનો માસિક પગાર 40,000 પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 17,000 ભારતીય રૂપિયા હતો. હવે તેમના પગારમાં એક લાખનો વધારો થયો છે એટલે કે હવે આ ખેલાડીઓને એક લાખ 40 હજાર પાકિસ્તાની રૂપિયા મળશે.

દરેક ખેલાડીની સેલરીમાં એક લાખનો વધારો કર્યો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા ચીફ રમીઝ રાઝાએ જણાવ્યું હતું કે ઘરેલુ ખેલાડીઓના પગારમાં એક લાખ રૂપિયાનો વધારો તાત્કાલિક ઘોરણે લાગુ કરવામાં આવ્યો છે. આનાથી 192 ઘરેલુ ક્રિકેટરોને ફાયદો થવા લાગ્યો છે. આ સાથે ફર્સ્ટ ક્લાસ અને ગ્રેડ સ્પર્ધાના ક્રિકેટરો હવે દર મહિને 1.4 લાખથી 2.5 લાખ રૂપિયાની કમાણી કરી શકશે.

એ જ રીતે ગ્રેડ એના ખેલાડીઓને 13.75 લાખને બદલે 14.75 લાખ, ગ્રેડ બીના ખેલાડીઓને 9.37 લાખને બદલે 10.37 લાખ અને ગ્રેડ સીના ખેલાડીઓને 6.87 લાખને બદલે 7.87 લાખ પાકિસ્તાની રૂપિયા મળશે.

PCBએ કહ્યું- ટીમમાં સ્થાનની ચિંતા ન કરો, ખૂલીને રમો
PCB પ્રમુખે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે રાષ્ટીય ક્રિકેટર કોઈપણ બાબતની ચિંતા વગર રમે. ખેલાડીઓને ટીમમાં પોતાના સ્થાનને લઈને ચિંતા ન કરવી જોઈએ અને નીડર બની રમવું જોઈએ.

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં જીતનો દાવો
રમીઝ રાઝાને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં દુબઈમાં 24 ઓક્ટોબરે રમાનારી મેચ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, હું ટીમના ખેલાડીઓને મળ્યો તો તેમને કહ્યું છે કે આ વખતે સમીકરણ બદલી નાખો. ભારત સામેની મેચને લઈને ટીમે 100% તૈયાર રહેવું જોઈએ અને એ મેચમાં સારું પ્રદર્શન કરવું જોઈએ.

રમીઝ રાઝાએ પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ વર્તમાન સમયમાં સંભવ નથી. તેમણે કહ્યું હતુું કે રાજકારણનો રમત પર ગંભીર પ્રભાવ પડ્યો છે. અમે આ બાબતમાં કોઈ ઉતાવળ કરીશું નહીં.

અન્ય સમાચારો પણ છે...