પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તેમના પર્સનલ ચેટ્સ અને વીડિયો વાઇરલ થયા છે. 28 વર્ષીય બાબર પર તેમના એક સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે વાંધાજનક ચેટ કરવાનો આરોપ છે. જોકે, આ આરોપો પર બાબર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ભારતીય સમાચાર એજન્સી IANSએ લખ્યું- પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે, કારણ કે તેમના કથિત ખાનગી વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
IANS સમાચાર એજન્સીની પોસ્ટ અહીં જુઓ...
ન્યૂઝ એજન્સી સિવાય કેટલાક ભારતીય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આરોપો 'ઈશા રાજપૂત' નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. ઈશાએ એક પછી એક 7 પોસ્ટ કરી. જોકે આ એકાઉન્ટ વેરિફાઈડ નથી. આ એકાઉન્ટ માત્ર 2 લોકોને ફોલો કરે છે. જ્યારે પેજના 500 ફોલોઅર્સ છે.
હવે જુઓ ઈશા રાજપૂતની પ્રોફાઈલ...
હની ટ્રેપમાં ફસાયાની આશંકા
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હની ટ્રેપમાં ફસાયો હોવાની આશંકા વર્તાઈ રહી છે. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાબર આ ચેટ સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે કરી રહ્યો હતો.
પહેલા પણ લાગી ચૂક્યો છે આરોપ
બાબર આઝમ પર થોડા સમય પહેલા એક મહિલાએ શારીરિક શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. હમીજા મુખ્તાર નામની મહિલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બાબર જ્યારે સ્ટાર ખેલાડી બન્યો ન હતો ત્યારે તેની સાથે તેના સંબંધો હતા. મુખ્તારે કહ્યું કે અમે ઘરેથી ભાગી ગયા હતા અને બાબરે મને અલગ અલગ જગ્યાએ ભાડાના મકાનમાં રાખી હતી. જોકે, ત્યાર પછી મહિલાએ તમામ આરોપો પાછા ખેંચી લીધા હતા.
PCB અને પાક. મીડિયા શાંત
બાબર પર લાગેલા આ આરોપો પર બાબર આઝમ અને PCB તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ત્યાંના મીડિયાએ પણ કંઈ લખ્યું નથી.
ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ટીકા થઈ રહી છે
આ દિવસોમાં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન બાબર આઝમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં 2-1થી હારી ગઈ હતી.
નવેમ્બર મહિનામાં T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને ઇંગ્લેન્ડના હાથે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
શું કેપ્ટનશિપ છીનવી લેવાનું ષડયંત્ર છે?
ક્રિકેટ પંડિતો તેને બાબર પાસેથી સુકાનીપદ છીનવી લેવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા નજમ સેઠી પાકિસ્તાની બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડના વડા બદલાતાની સાથે જ કેપ્ટન બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલાને કેપ્ટનને હટાવવાના કાવતરા તરીકે જોવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.