તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રિકેટ:પાકિસ્તાને ઈંગ્લેન્ડને T20 સીરિઝ રમવા માટે બોલાવી

લંડન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડે છેલ્લે 2005માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આવતા વર્ષની શરૂઆતમાં ટી20 સીરીઝ માટે ઈંગ્લેન્ડને આમંત્રણ આપ્યું છે. ઈંગ્લિશ ટીમે 2005 પછી પાક.નો પ્રવાસ કર્યો નથી. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં 10 વર્ષ સુધી ક્રિકેટ રમાઈ ન હતી.

કોરોના વચ્ચે પાક. ટીમ ઈંગ્લેન્ડ ગઈ હતી. ટીમે ત્યાં ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી20 સીરીઝ રમી હતી. ઈંગ્લિશ બોર્ડે કહ્યું કે, તે પ્રવાસ અંગે પાક. બોર્ડના સંપર્કમાં છે. પાકમાં 2015માં ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થઈ હતી. અહીં ઝિમ્બાબ્વેએ લિમિટેડ ઓવરની સીરિઝ રમી હતી. ગયા વર્ષે શ્રીલંકા, વેસ્ટઈન્ડીઝ અને વર્લ્ડ-11ને પ્રવાસ કર્યો હતો.

ઝિમ્બાબ્વેની ટીમ પાક.માં 3 વનડે, 3 ટી20 રમશે
કોરોના વચ્ચે પાકિસ્તાનમાં ક્રિકેટ શરૂ થઈ ચૂક્યું છે. 20 ઓક્ટોબરે આવેલી ઝિમ્બાબ્વેની ટીમ પાક. સાથે 3 વનડે અને 3 ટી20 મેચની સીરિઝ રમશે. બંને વચ્ચેની વનડે સીરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. દરેક મેચ જીતતાં 10 પોઈન્ટ મળે છે. અત્યાર સુધી સુપર સીરીઝ અંતર્ગત 3 સીરીઝ રમાઈ ચુકી છે. ઈંગ્લેન્ડની ટીમ 30 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈન્ટરનેશનલ શિડ્યુલ મુજબ ઈંગ્લેન્ડને 2022માં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો