તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ICCએ સોમવારે આની જાહેરાત કરી હતી. મહિલા ક્રિકેટરોમાં સાઉથ આફ્રિકાની શબનમ ઇસ્માઇલને આ એવોર્ડ મળ્યો હતો. ICCએ પ્રથમ વખત પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જાહેર કર્યો છે. ઇંગ્લેન્ડના જો રૂટ અને આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગને પાછળ છોડીને પંતે આ એવોર્ડ જીત્યો છે.
Congratulations, @RishabhPant17! pic.twitter.com/5q8YxIS8P4
— ICC (@ICC) February 8, 2021
ICC અનુસાર જાન્યુઆરીમાં પુરૂષો અને મહિલા બંને કેટેગરીમાં તેમના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના આધારે ત્રણ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ICCની વોટિંગ એકેડમી અને ચાહકોએ આ શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને મત આપ્યો. આઇસીસી વોટિંગ એકેડેમીમાં પૂર્વ ક્રિકેટરો, બ્રોડકાસ્ટર્સ અને રમત-ગમતના પત્રકારોનો સમાવેશ થાય છે. દર મહિને આ પ્રોસેસ દ્વારા પ્લેયર ઓફ ધ મંથ ચૂંટવામાં આવશે.
Congratulations to @OfficialCSA bowler, Shabnim Ismail! pic.twitter.com/VcUzkzzlGu
— ICC (@ICC) February 8, 2021
સિડની અને બ્રિસ્બેનમાં સારી બેટિંગ કરી હતી
પંતે ગયા મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સારો દેખાવ કર્યો હતો. તેણે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 118 બોલમાં 97 રન ફટકારીને મેચ ડ્રો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે બ્રિસ્બેનમાં શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં 138 બોલમાં અણનમ 89 રન બનાવીને મેચ જિતાડી હતી. આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી માત આપી હતી.
પંતે ટીમને એવોર્ડ ડેડિકેટ કર્યો
પ્રથમ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ થયા બાદ પંતે કહ્યું, "કોઈપણ ખેલાડી માટે ટીમની જીતમાં યોગદાન આપી શકવું સૌથી મોટો એવોર્ડ છે, પરંતુ આવા એવોર્ડ મારા સહિતના યુવા ખેલાડીઓને વધુ સારું કરવા પ્રેરણા આપે છે." હું આ એવોર્ડ તે બધા ખેલાડીઓને સમર્પિત કરું છું જેમણે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવા માટે યોગદાન આપ્યું છે. હું મત આપવા બદલ ચાહકોનો પણ આભાર માનું છું."
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.