ટેસ્ટ રેન્કિંગ:બુમરાહ બોલિંગમાં ટોપ-10માંથી બહાર, અશ્વિન બીજા નંબરે

દુબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહિત-વિરાટ પોતાના સ્થાને યથાવત
  • બુમરાહે દ.આફ્રિકાને બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ લીધી હતી

ભારતીય ટીમના બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. તે 9મા સ્થાને હતો, હવે 732 રેટિંગ પોઈન્ટ સાથે 13મા નંબરે પહોંચ્યો છે. બોલિંગમાં ન્યૂઝીલેન્ડનો કાઈલ જેમિસન 8 સ્થાનના કૂદકા સાથે ત્રીજા નંબરે પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન કમિન્સ પ્રથમ અને અશ્વિન બીજા નંબરે છે. બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ-10માં પોત-પોતાના સ્થાને યથાવત છે. વિરાટ 740 રેટિંગ પોઈન્ટ સાથે 9મા અને રોહિત 781 સાથે પાંચમા નંબરે છે.

ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા નંબરે પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાનો ડીન એલ્ગર ચાર સ્થાનના સુધારા સાથે ટોપ-10માં પહોંચ્યો છે. તેણે ભારત સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં અણનમ 96 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...