મોહમ્મદ શમી કોરોના પોઝિટિવ:3 મેચની ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર, યાદવને મળી શકે છે તક

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોના પોઝિટિવ આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની સિરિઝમાંથી પણ બહાર થઈ ચૂક્યો છે. આની સાથે તેની વર્લ્ડ કપની ટીમમાં આવવાની આશાને પણ ફટકો પડ્યો છે. કારણકે આ સિરીઝમાં સારા પ્રદર્શનથી તેની વર્લ્ડ કપ ટીમમાં આવવાની આશા કરવામાં આવી રહી હતી. જો કે સાઉથ આફ્રિકા સિરીઝથી તેની પાસે વાપસી કરવાની એક તક હશે. ગયા અઠવાડિયે જાહેર કરાયેલી વર્લ્ડ કપની ટીમમાં શમીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ પહેલા શમીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોવિડમાંથી સાજા થયા બાદ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં મોહમ્મદ શમીની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ T20 મેચ અનુક્રમે 28 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરે તિરુવનંતપુરમ, ગુવાહાટી અને ઈન્દોરમાં છે. જોકે, આ મામલે BCCI તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

વર્લ્ડ કપ પહેલા T20 સિરીઝ મહત્વની
વર્લ્ડ કપ પહેલા મોહમ્મદ શમી માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વિરુદ્ધની સિરીઝ ખુબ મહત્વની રહેશે. કારણકે વર્લ્ડ કપમાં વાપસી માટે શમી પાસે આ સિરીઝ માત્ર એક રસ્તો છે. ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટરોની નજર આ ફાસ્ટ બોલર પર રહેશે.

યાદવને મળી શકે છે તક
20 સપ્ટેમ્બરથી શરૂ થનારી સિરીઝમાં મોહમ્મદ શમીની જગ્યાએ ઉમેશ યાદવને તક મળી શકે છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે ઉમેશ યાદવને શમીના સ્થાને તક મળી શકે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ટીમ
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રિત બુમરાહ.

ટીમ ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટીમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડસન, ડેનિયન સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, એડમ ઝેમ્પા

અન્ય સમાચારો પણ છે...