તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:ઇશાંત સાઇડ સ્ટ્રેનને કારણે ટેસ્ટ સીરિઝની બહાર, ટી નટરાજનને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇશાંત શર્મા ટેસ્ટ સીરિઝની બહાર થઇ ગયો છે. જ્યારે ટી. નટરાજને (જમણે) વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
ઇશાંત શર્મા ટેસ્ટ સીરિઝની બહાર થઇ ગયો છે. જ્યારે ટી. નટરાજને (જમણે) વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. -ફાઇલ ફોટો

ઓસ્ટ્રેલિયા ટૂર પર ગયેલી ટીમ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ફાસ્ટ બોલર ઇશાંત શર્મા સાઇડ સ્ટ્રેનને કારણે ટેસ્ટ સીરિઝની બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે આની પુષ્ટિ કરી. યુવા ફાસ્ટ બોલર ટી નટરાજનને નવદીપ સૈનીના બેકઅપ તરીકે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

BCCIએ કહ્યું કે, રોહિત શર્માની ઇજાને મોનિટર કરવામાં આવી રહી છે અને 11 ડિસેમ્બરે નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે તેની ઇજાને અસેસ કરવામાં આવશે. તેના આધારે નક્કી થશે કે તે અંતિમ 2 ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા જશે કે નહીં જાય. રોહિત IPL પછી પોતાના બીમાર પિતાને જોવા માટે ભારત પરત ફર્યો હતો, અને એટલે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...