ક્રિકેટ:કેપ્ટન કોહલી સહિત અન્ય ક્રિકેટર્સે કોચ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિ શાસ્ત્રી, એમએસ ધોની અને વિરાટ કોહલી. (ફોટો ક્રેડિટ- કોહલી ટ્વિટર એકાઉન્ટ) - Divya Bhaskar
રવિ શાસ્ત્રી, એમએસ ધોની અને વિરાટ કોહલી. (ફોટો ક્રેડિટ- કોહલી ટ્વિટર એકાઉન્ટ)

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો આજે 58મો જન્મદિવસ છે. કેપ્ટન વિરાટ કોહલીએ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર વિશ કરતા લખ્યું કહ્યું કે, "ઘણા લોકો આત્મવિશ્વાસથી ભરેલા દેખાય છે, પરંતુ બહાદુર અમુક જ હોય છે. હેપી બર્થડે રવિ ભાઈ."

શાસ્ત્રીએ કોહલીને જવાબ આપતા કહ્યું કે, થેન્ક યુ, કેપ્ટન. અનલોક થવા માટે રેડી થઈ જા. આપણને ટીમથી ઉર્જા મળે છે અને એ રીતે જ ટીમને આપણાથી. આવનારા સમયમાં વધુ લાફટર, ફાઈટબેક અને વિક્ટ્રી(જીતો)ની શુભેચ્છા.

BCCIએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચને જન્મદિવસની શુભકામનાઓ. બોર્ડ ઉપરાંત સચિન તેંડુલકર, અજિંક્ય રહાણે સહિત અન્ય ક્રિકેટર્સે પણ શાસ્ત્રીને વિશ કર્યું હતું.

શાસ્ત્રીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતાડી હતી શાસ્ત્રીએ 1985માં બેનસન એન્ડ હ્યુજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ટૂર્નામેન્ટની અંતિમ ત્રણેય મેચમાં ફિફટી ફટકારવા ઉપરાંત 5 મેચમાં 18 વિકેટ લીધી હતી. તે 1981-1992 દરમિયાન ભારત માટે રમ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...