ઇંગ્લેન્ડ સિરીઝ અગાઉ ટીમ ઈન્ડિયાને ઝાટકો:ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો, સંપૂર્ણ સિરીઝમાંથી બહાર થઈ શકે છે, અભિમન્યુ ઈશ્વરનને તક મળવાની શક્યતા

લંડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો. - Divya Bhaskar
ફાઈલ ફોટો.
  • અભિમન્યુ સ્ટેન્ડબાય તરીકે અગાઉથી જ ટીમ ઈન્ડિયા સાથે છે
  • અભિમન્યુ ઈશ્વરન અત્યારસુધી 64 જેટલી ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ અગાઉ મોટો ઝાટકો લાગ્યો છે. યુવા ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો છે. તેના સ્થાન પર અભિમન્યુ ઈશ્વરનને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. અભિમન્યુ સ્ટેન્ડબાય તરીકે અગાઉથી જ ટીમ ઈન્ડિયા સાથે છે. અલબત્ત, હજુ એ માહિતી સામે આવી નથી કે ગિલને કેવા પ્રકારની ઈજા પહોંચી છે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈજા કેટલી ગંભીર છે એ અંગે હજુ સુધી કહી શકાયું નથી. શક્ય છે કે ગિલ સંપૂર્ણ સિરીઝ માટે બહાર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગિલને કાફ મશલ્સ અથવા હેમસ્ટ્રિંગ ઇન્જરી હોઈ શકે છે. આ સંજોગોમાં રિકવર તથા તેને લાંબો સમય લાગી શકે છે.

64 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે અભિમન્યુ
બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરન અત્યારસુધી 64 જેટલી ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં 4,401 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે 62 લિસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં તેણે 4,401 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે 62 લિસ્ટ એ અને 19 T-20 મેચ રમી ચૂક્યો છે. અભિમન્યુ મૂળ ઉત્તરાખંડનો રહેવાસી છે.

મયંક અને રાહુલના સ્વરૂપમાં બે ઓપનર ઉપલબ્ધ
ગિલની ઈજા વચ્ચે ટીમ ઈન્ડિયા પાસે ઓપનિંગ સ્લોટમાં અત્યારે પૂરતા પ્રમાણમાં વિકલ્પ છે. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સ્વરૂપમાં બે અન્ય ઓપનર અગાઉથી અગાઉથી ટીમ સાથે છે. આ બન્ને પૈકી કોઈ એક રોહિત શર્માને સાથ આપી શકે છે. સિરીઝ અગાઉ મેચ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હીરો રહ્યો છે ગિલ, ત્યાર બાદથી ફ્લોપ
ગિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મેલબર્ન ટેસ્ટથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. એ સિરીઝમાં તેને ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 45,33,50,31, 7 અને 91 રનની ઈનિંગ રમ્યો હતો. જોકે ત્યાર બાદથી તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. ઈંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ મેચમાં ગિલ 29,50,0,14,11,15* અને 0ની ઈનિંગ રમ્યો હતો. ICC વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તે બે ઈનિંગમાં 28 અને 8 રન બનાવી શક્યો હતો.