તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો:ઓપનર લોકેશ રાહુલ ટેસ્ટ સિરીઝમાંથી બહાર, પ્રેક્ટિસ દરમિયાન કાંડામાં ઈજા થઈ

સિડની2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝની મધ્યમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર અને વિકેટકીપર લોકેશ રાહુલ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ મંગળવારે એની પુષ્ટિ કરી છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન રાહુલના ડાબા હાથના કાંડામાં ઈજા થઈ છે. તેને રિકવર થવા માટે ઓછામાં ઓછાં ત્રણ અઠવાડિયાં લાગશે. તે ટૂંક સમયમાં દેશ પરત ફરશે. BCCIએ હજી સુધી રાહુલના રિપ્લેસમેન્ટ અંગે કોઈ માહિતી આપી નથી.

ઇજાગ્રસ્ત થઈને બહાર થનારો ત્રીજો ખેલાડી

  • રાહુલ ઇજાગ્રસ્ત થઈને બહાર થનારો ત્રીજો ખેલાડી છે.
  • તેની પહેલાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ સિરીઝની બહાર થયા છે.
  • જ્યારે ઇશાંત શર્મા ઇજાને કારણે ટીમમાં સિલેક્ટ નહોતો થયો.
  • શમીને પ્રથમ ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે હાથમાં ઇજા થઇ હતી.
  • જ્યારે ઉમેશને બીજી ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિન્ગની ઇજાએ મેચ અને સિરીઝની બહાર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો