તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Only One Century From India In Tests Since 2020, Meanwhile 10 Centuries For England And 7 Centuries For Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું સેન્ચુરી ફટકારતાં ભૂલી ગયા આપણા સ્ટાર્સ:2020થી ટેસ્ટમાં ભારત તરફથી માત્ર એક સદી, આ દરમિયાન ઇંગ્લેન્ડ વતી 10 અને પાકિસ્તાન વતી 7 સદી નોંધાઈ

ચેન્નઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 227 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે પ્રથમ દાવમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, ભારત તરફથી કોઈએ સદી ફટકારી ન હતી. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા બે વર્ષથી ભારતીય બેટ્સમેનો માટે સદીઓનો દુષ્કાળ ચાલી રહ્યો છે.

1 જાન્યુઆરી 2020થી ભારતે સાત ટેસ્ટ મેચ રમી છે. જે દરમિયાન ભારત તરફથી માત્ર એક બેટ્સમેને સદી મારી છે. આ સમય દરમિયાન, ભારતની સરખામણીએ વિશ્વની અન્ય તમામ ટેસ્ટ ટીમોએ વધુ ટેસ્ટ સદી ફટકારી છે. ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ પણ ભારતથી આગળ છે.

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના બેટ્સમેન સૌથી આગળ
1 જાન્યુઆરી 2020થી ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 44 સદી નોંધાઈ છે. ઇંગ્લેન્ડે 12 ટેસ્ટમાં 10 સદી ફટકારી છે. જ્યારે, પાકિસ્તાન તરફથી 8 ટેસ્ટમાં સાત સદી ફટકારવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે સાત ટેસ્ટ મેચમાં 6 સદી ફટકારી છે.

વિરાટે 4 ટેસ્ટથી સદી મારી નથી, તેનાથી પણ આગળ રોહિત
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી 4 ટેસ્ટથી સદી મારી નથી. તેમાંથી બે ન્યૂઝીલેન્ડ અને 1-1 ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે રમ્યો. વિરાટે છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે મારી હતી. જ્યારે ઓપનર રોહિત શર્માએ સતત પાંચ ટેસ્ટથી સદી મારી નથી. રોહિતે છેલ્લે સાઉથ આફ્રિકા સામે રાંચી ઓક્ટોબર 2019માં સેન્ચુરી ફટકારી હતી.

ચેતેશ્વર પૂજારાએ 14 ટેસ્ટ મેચથી સદી ફટકારી નથી
ત્રીજા ક્રમે બેટિંગ કરનાર ચેતેશ્વર પૂજારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત ટેસ્ટ રમે છે. તેણે સતત 14 ટેસ્ટ મેચોમાં એક પણ સદી ફટકારી નથી. તેણે છેલ્લી સદી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરી હતી. ત્યારબાદ તે છ વખત 50ની ઉપર ગયો છે, પરંતુ આ બધી ઇનિંગ્સમાંથી કોઈ પણને સદીમાં કન્વર્ટ કરી શક્યો નથી.

9 ટેસ્ટ મેચમાં રહાણેની માત્ર એક સદી
અજિંક્ય રહાણેએ 1 જાન્યુઆરી, 2020થી ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં માત્ર એક સદી ફટકારી છે. તેણે અગાઉના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેલબર્ન ટેસ્ટમાં સદી મારી હતી. ભારતીય ટીમે તે મેચ જીતી હતી. જોકે, રહાણે પણ તે મેચ બાદ સદી વિના સતત ત્રણ ટેસ્ટ રમ્યો છે. મેલબર્ન પહેલા પણ તેની સતત પાંચ ટેસ્ટ મેચ સદી વિના પસાર થઈ હતી. એ જ રીતે, ઋષભ પંત છેલ્લી 8 ટેસ્ટથી સદી ફટકારી શક્યો નથી. તેણે જાન્યુઆરી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી સદી ફટકારી હતી.

જો રૂટ અને વિલિયમસન 3 સદી સાથે આગળ છે
જો આપણે 1 જાન્યુઆરી, 2020 પછી સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનની વાત કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન સૌથી આગળ છે. રૂટે આ સમયગાળા દરમિયાન 11 ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારી છે. તેણે સતત ત્રણ ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારી છે. તેમાં બે બેવડી સદી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને માત્ર પાંચ ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો