તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:ફિન્ચે કહ્યુ- વિરાટ વનડેના બેસ્ટ પ્લેયર્સમાંથી એક, અમારે તેને આઉટ કરવાની રીત શોધવી પડશે

સિડની8 મહિનો પહેલા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ 27 નવેમ્બરે સિડનીમાં રમાશે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ 27 નવેમ્બરે સિડનીમાં રમાશે. -ફાઇલ ફોટો

વનડે સીરિઝ શરૂ થાય તેના એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. તેણે કહ્યુ કે, વિરાટ ભલે IPLમાં પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ન રમી શક્યો હોય, તેમ છતાં તેની બેટિંગમાં નબળાઈ કે માઇન્સ પોઇન્ટ બહુ ઓછા છે. તે વનડેમાં બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે. જો અમારે સીરિઝ જીતવી હોય તો વિરાટને જલ્દી આઉટ કરવો પડશે.

કોહલીએ IPLની 13મી સીઝનમાં 450થી વધુ રન બનાવ્યા હતા. તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કપ્તાન પોતાની જૂની રિધમમાં જોવા મળ્યો નહોતો. ફિન્ચ પણ લીગમાં બેંગલોર માટે જ રમે છે.

વિરાટની ગેમમાં નબળાઈ શોધવી અઘરી
તેણે કહ્યું કે, અમારો ફોકસ એ વાત પર છે કે, કોહલીને વધુ રન બનાવવાની તક આપવામાં ન આવે. વિરાટની બેટિંગમાં બહુ નબળાઈઓ નથી. તેની ગેમમાં નબળાઈ શોધવી અઘરી છે. ફિન્ચે કહ્યું કે, જો અમે વિરાટને આઉટ કરવામાં નિષ્ફ્ળ થયા તો સીરિઝમાં જીત મેળવવી અઘરી થઇ જશે.

સચિનની ટીમ ઇન્ડિયાને સલાહ:લાળ પર પ્રતિબંધથી બોલ સ્વિંગ કરાવવો અઘરો, તેથી સ્મિથને પાંચમા સ્ટમ્પની લાઈન પર ટાર્ગેટ કરો

અમે બધી રીતે તૈયાર છીએ
ફિન્ચનું ફોર્મ IPLમાં નિરાશાજનક રહ્યું હતું. તેણે બેંગલોર માટે સીઝનમાં 268 રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે, ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે. તમે કોઈપણ ફોર્મેટમાં રન બનાવીને સારું અનુભવો છો. શોર્ટેસ્ટ ફોર્મેટમાં રન બનાવવા બોલ કરતા વધુ અઘરા છે. હું સારા ફોર્મમાં છું અને ટીમ બધી રીતે તૈયાર છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન
અન્ય સમાચારો પણ છે...