રોહિત શર્મા 'ધ રેકોર્ડ બ્રેકર':ઈન્ડિયાના આક્રમક ઓપનરના નામે વધુ એક રેકોર્ડ; ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોહિત શર્મા- ફાઈલ ફોટો - Divya Bhaskar
રોહિત શર્મા- ફાઈલ ફોટો

ભારતીય ઓપનર રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે સારી બેટિંગ કરી ન હતી, પરંતુ તેણે અફઘાનિસ્તાન સામે એક આક્રમક ઈનિંગ્સ રમી કાઢી હતી. અફઘાનિસ્તાન સામે રોહિત શર્માએ 47 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 74 રન ફટકાર્યા હતા. તેણે ભારતીય ટીમને ખૂબ જ મજબૂત શરૂઆત આપી હતી અને સાથી ઓપનર કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 140 રનની સદીની ભાગીદારી કરી હતી. પોતાની આ આક્રમક ઈનિંગ્સની મદદથી રોહિત શર્મા ICC ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્માએ જો રુટનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 74 રનની ઈનિંગ રમીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા હવે ICC ઈવેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 3682 રન બનાવ્યા છે, જેમાં ICC ઈવેન્ટ એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, વન ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી-20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. તેણે ICC ઈવેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 3662 રન બનાવનાર જો રૂટને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલી 3554 રન સાથે ત્રીજા ક્રમે છે.

ICC ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર (WTC+ WC+ CT+ WT20) ટોપ-3 બેટ્સમેન
3682 રન- રોહિત શર્મા
3662 રન- જો રુટ
3554 રન- વિરાટ કોહલી

રોહિત- રાહુલે ઘરથી બહાર T-20Iની બીજી સૌથી મોટી પાર્ટનરશીપ
160 રન રોહિત- ધવન, ડબલિન
140 રન રોહિત- રાહુલ, દુબઈ
136 રન સેહવાગ- ગંભીર, ડરબન
134 રન કોહલી- રૈના, એડિલેડ
123 રન રોહિત- રાહુલ, માન્ચેસ્ટર

અન્ય સમાચારો પણ છે...