તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Once The Jarvo Bus Lands On The Ground In Mohali, The Punjab Police Will Fall Or Forget To Come To The Ground A Second Time; Questions Against England's Security System On Twitter

સેહવાગને પોલીસ યાદ આવી:જાર્વો બસ એકવાર મોહાલીના મેદાન પર ઊતરે, પંજાબ પોલીસના એવા ડંડા પડશે કે બીજીવાર મેદાનમાં આવવાનું ભૂલી જશે

22 દિવસ પહેલા
  • ટ્વિટર પર ઇંગ્લેન્ડની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
  • આશિષ નેહરા સાથે હિન્દી કોમેન્ટરી દરમિયાન આ વાત કહીં
  • ટ્વિટર પર જાર્વો વિરુદ્ધ ચાહકોમાં ભારે રોષ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન ઇંગ્લિશ ક્રિકેટ ફેન સમગ્ર દુનિયામાં ફેમસ થઈ ગયો છે. આ ફેનનું નામ જાર્વો છે અને તે દરેક મેચમાં ઈન્ડિયન ટીમની જર્સી પહેરીને મેદાનમાં ઘૂસી જાય છે. ઓવલ ટેસ્ટના બીજા દિવસે પણ જાર્વોએ આ જ પ્રકારનું વર્તન કર્યું અને લંચ સેશન પહેલાં મેદાન પર ઘૂસી આવ્યો હતો. આ વખતે તે બોલિંગ કરતો જોવા મળ્યો અને નોનસ્ટ્રાઈક પર ઊભા રહેલા ઈંગ્લિશ વિકેટકીપર-બેટ્સમેન જોની બેયર સ્ટ્રો સાથે અથડાઈ ગયો. જાર્વોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. જાર્વોના આ કરતૂત જોઈને ભૂતપૂર્વ ઈન્ડિયન ઓપનર વિરેન્દ્ર સેહવાગને પંજાબ પોલીસના ડંડા યાદની યાદ આવી ગઈ.

સેહવાગને યાદ આવ્યો પંજાબ પોલીસનો ડંડો
વીરેન્દ્ર સેહવાગ જાર્વોની ઘૂસણખોરી દરમિયાન હિન્દીમાં કોમેન્ટરી કરી રહ્યો હતો અને તેણે કહ્યું હતું કે જો તેણે દિલ્હી અથવા પંજાબમાં આવું કર્યું હોત તો તેને એવા ડંડા પડ્યા હોત કે તે જીવનમાં ફરીવાર ક્યારેય મેદાનમાં ન ઊતરેત. સેહવાગ સાથે કોમેન્ટરી કરી રહેલા આશિષ નેહરાએ પણ સેહવાગની આ વાતને સંમતિ આપી હતી. નેહરાએ કહ્યું હતું કે કેટલાક લોકો લાતોના ભૂત છે, તેઓ વાતોમાં માનતા નથી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ઈંગ્લેન્ડની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

લોકોએ ઈંગ્લિશ સુરક્ષા વ્યવસ્થાની ઝાટકણી કાઢી
જાર્વો 69 બીજી ટેસ્ટમાં ફિલ્ડર બનીને મેદાન પર આવ્યો હતો, ત્રીજી ટેસ્ટમાં બેટ્સમેન બનીને મેદાન પર આવ્યો હતો, ચોથી ટેસ્ટમાં બોલર બનીને મેદાન પર આવ્યો હતો. મેદાનમાં વારંવાર કોઈ આ પ્રકારનું કૃત્ય કરે તો તેની સામે પગલાં લેવા જરૂરી બને છે, પરંતુ ઈંગ્લિશ સુરક્ષા વ્યવસ્થાએ વારંવાર જાર્વોની ઘૂષણખોરી કર્યા બાદ પણ તેની ધરપકડ કરી નહોતી અને તેના પર માત્ર હેડિંગ્લેમાં આજીવન પ્રતિબંધની જ સજા કરવામાં આવી છે. ચાલુ મેચમાં પણ આ જ પ્રકારે જાર્વો ઘૂસી આવતાં ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ પ્લેયર્સ પણ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં કાઢી રહ્યા છે.

હવે દર્શકો પણ જાર્વોથી કંટાળી ગયા
જાર્વોએ લોર્ડ્સ અને હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન ગ્રાઉન્ડમાં ધમાલ કર્યા પછી ઘણા ઈન્ડિયન ફેન્સ તેને ફોલો કરવા લાગ્યા છે. જોકે ઓવલમાં તેની એન્ટ્રી પછી હવે ફેન્સ તેના આવા વર્તન સામે ગુસ્સે થઈ ગયા છે. કેટલાક યુઝર્સે કહ્યું હતું કે જાર્વોએ હવે તો હદ કરી દીધી છે. આવું કરવાનું બંધ કરી દે.

અન્ય સમાચારો પણ છે...