ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મજાકમાં કહ્યું કે, "મને 2019માં કોફી વિથ કરન દરમિયાન થયેલો વિવાદ બહુ મોંઘો પડ્યો હતો. હવે તો મેં કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવાનું શરૂ કરી દીધું છે." પંડ્યાએ આ વાત વિકેટકીપર દિનેશ કાર્તિક સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર ચેટ દરમિયાન કહી હતી. ગયા વર્ષે કરન જોહરના ચેટ શોમાં હાર્દિક અને લોકેશ રાહુલ હાજર રહ્યા હતા. શોમાં હાર્દિકે મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તે પછી તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
આટલી મોંઘી કોફી પીવા નથી માંગતો
હાર્દિકે કહ્યું, હવે હું કોફી નથી પીતો, મેં ગ્રીન ટી શરૂ કરી દીધી છે. મેં એક જ વાર કોફી પીધી હતી, જે બહુ મોંઘી પડી હતી. આટલી મોંઘી કોફી તો સ્ટારબક્સમાં પણ નથી મળતી. તે દિવસ પછી મેં કોફી પીવાનું છોડી દીધું છે.
દર્શકો વિના IPL સારો વિકલ્પ
કોરોનાવાયરસના કારણે IPLને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. કેટલાક દિગ્ગજોનું માનવું છે કે, દર્શકો વિના IPL રમાડી શકાય છે. હાર્દિકે કહ્યું, દર્શકો વિના IPL એક અલગ જ અનુભવ હશે. હકીકત એ છે કે અમને દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં રમવાની આદત છે. હું રણજી ટ્રોફીમાં દર્શકો વિના રમ્યો છું અને તે અલગ અનુભવ છે. ઈમાનદારીથી કહ્યું તો IPL જો દર્શકો વિના રમાય તો તે સારો વિકલ્પ રહેશે. લોકોને ઘરમાં મનોરંજન મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.