• Gujarati News
  • Sports
  • Cricket
  • Oli Robinson Left Fast Bowling And Started To Spin Off The Field; England's Astonishing Game Plan In Root's Absence; VIDEO VIRAL

ફાસ્ટ બોલરને લાગ્યો સ્પિનનો ચસકો:રોબિન્સન ફાસ્ટ બોલિંગ છોડી મેદાનમાં ઓફ સ્પિન કરવા લાગ્યો; રૂટની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડનો અચંબિત કરતો ગેમ પ્લાન; VIDEO વાઈરલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડને જીતવા માટે 468 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાન પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આ ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન ઓફ સ્પિન કરતો નજરે પડ્યો હતો. રોબિન્સને આ માત્ર ટ્રાયલ માટે જ નહોતું કર્યું, પરંતુ તે એક પછી એક ત્રણ ઓવર સુધી સ્પિન બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

રૂટના સ્થાને બોલિંગ કરી
આ મેચમાં ઈંગ્લેન્ડ 5 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતર્યું છે. જેથી સ્પિન બોલિંગ માટે જો રૂટે પહેલી ઈનિંગમાં 20 ઓવર ફેંકી હતી. તેવામાં રૂટને પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે પેટમાં ઈજા થઈ હતી, ત્યારબાદ ફિઝિયો પણ તેની સાથે મેદાન પર જોવા મળ્યો હતો. બીજી ઇનિંગ્સમાં રૂટની ગેરહાજરીમાં રોબિન્સને થોડી ઓવર માટે સ્પિન બોલિંગની જવાબદારી લીધી હતી.

રોબિન્સનનો સ્પિન બોલિંગનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયા પર રોબિન્સન સ્પિન બોલિંગ કરતો હોય તે વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. તેણે ઓફ સ્પિનની 3 ઓવર નાંખી હતી. જેની બીજી ઈનિંગમાં ઓલીએ કુલ 15 ઓવર નાંખી અને 54 રનમાં 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડને આઉટ કર્યા હતા. પહેલી ઈનિંગમાં પણ તેણે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ સામે 468નો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાએ એશિઝની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 468 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે તેનો બીજો દાવ 230/9 પર ડિકલેર કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડે આજ સુધી આટલો મોટો ટાર્ગેટ ક્યારેય ચેઝ કર્યો નથી. જોકે રૂટ એન્ડ કંપની આ ટાર્ગેટ ચેઝ કરવામાં સક્ષમ છે, પરંતુ આના માટે તેમને કોઈ મોટા ચમત્કારની સાથે શાનદાર બેટિંગ કરવી પડશે.

ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાને 82 રન છે. બેન સ્ટોક્સ 3 રન કરીને અણનમ છે. અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 386 રનની જરૂર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર 6 વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિરીઝની પહેલી મેચમાં ENGને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...