તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોચે કરી પ્રશંસા:ઓસી. કોચ લેન્ગરે કહ્યું, વિરાટ મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી

મેલબોર્ન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લેન્ગરે કહ્યું કે, વિરાટ કોહલીના સીરિઝમાંથી નીકળી જવાથી ટીમ ઈન્ડિયા પર અસર પડશે

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર પ્રથમ ટેસ્ટ રમશે. 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં તે પ્રથમ ટેસ્ટ પછી પેટરનીટિ લીવ પર ભારત પાછો આવી જશે. કોહલીના નીકળી જવા અંગે ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, ‘તે સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને મારી કારકિર્દીમાં તેના જેવો બેટ્સમેન જોયો નથી. કોહલી માત્ર શ્રેષ્ઠ બેટિંગ જ કરતો નથી, પરંતુ તેના અંદર રમત પ્રત્યે જોશ અને જુસ્સો છે. તે હંમેશાં મેદાન પર જુસ્સામાં હોય છે. તેના નીકળી જવાથી ટીમ પર અસર પડશે’.

તેમણે કહ્યું કે, એ સવાલ નથી કે અમે તેના રમવાથી ખુશ છીએ. અમે કોહલીના નિર્ણયનું સન્માન કરીએ છીએ. કેમ કે તેણે બાળકના જન્મ માટે ન રમવાનો નિર્ણય લીધો છે. અમે એ પણ જાણીએ છીએ કે, છેલ્લા પ્રવાસમાં અમે તેની સામે સીરિઝ હારી ગયા છીએ. ટીમ ઈન્ડિયાએ 2018-19ના અંતિમ સમયમાં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી હતી. કોહલીએ સીરિઝમાં 40.28ની સરેરાશ સાથે 282 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા વર્તમાન પ્રવાસમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમવાની છે. રોહિત લીમિટેડ ઓવરની સીરિઝ રમશે નહીં પરંતુ ટેસ્ટમાં રમી શકે છે.

કોહલીની ગેરહાજરી નિરાશાજનક, જોકે, ટીમ ઈન્ડિયા મજબૂત : લાયન
ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લાયનનું માનવું છે કે, કહોલી દ્વારા છેલ્લી ત્રણ ટેસ્ટમાં ન રમવું નિરાશાજનક હશે, પરંતુ અમે સીરિઝના દાવેદાર નહીં બની જઈએ, કેમ કે ભારતીય ટીમમાં અનેક સુપરસ્ટાર છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ લાયને કહ્યું કે, ‘સીરિઝ માટે કોહલીનું જવું નિરાશાજનક છે. તમે વર્લ્ડના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ વિરુદ્ધ રમવા માગતા હોવ છો. મારું માનવું છે કે, તે સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેનની સાથે આજે પણ વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.’ તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે જેવા ટોચના બેટ્સમેન અને કેટલાક સારા યુવાન ખેલાડી છે. જે અમારા માટે મોટો પડકાર હશે. કોહલી રમતો નથી, તેનો અર્થ એ નથી કે, અમારા માટે ટ્રોફી જીતવું સુનિશ્ચિત થઈ ગયું છે. અમારે સખત મહેનત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો