• Gujarati News
  • Sports
  • Cricket
  • NZ's Batter Played A Defensive Shot, The Ball Hit The Bat But BAN Took DRS For LBW; The Commentators Also Started Laughing

બાંગ્લાદેશની ક્રિકેટ જગતમાં ફજેતી:NZના બેટરે ડિફેન્સિવ શોટ રમ્યો, બોલ બેટ પર વાગ્યો છતા LBW માટે DRS લીધો; કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા

16 દિવસ પહેલા
  • ચોથા દિવસે ન્યૂઝીલેન્ડના બેટરનું ખરાબ પ્રદર્શન, સ્કોર 147/5

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશની ફજેતી થઈ છે. તાસ્કિન અહેમદની ઓવરમાં રોસ ટેલરે એક શાનદાર બોલને બેટ વડે ડિફેન્ડ કર્યો હતો. જેના વિરૂદ્ધ બાંગ્લાદેશી ખેલાડીએ LBWની અપિલ કરતા અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. જોકે ત્યારપછી બાંગ્લાદેશી ખેલાડીએ એકબીજા સાથે ચર્ચા કરી રિવ્યૂ લીધો હતો. આ તમામ ઘટનાનો વીડિયો વાઈરલ થતા બાંગ્લાદેશના ખેલાડીનો મજાક ઊડી રહ્યો છે.

DRS લીધા પછી ફજેતી
બાંગ્લાદેશી ખેલાડીએ DRS લીધો ત્યારપછી રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે જ સંપર્ક થયો છે. તથા ખેલાડીએ ડિફેન્સિવ શોટ રમ્યો છે. આ વીડિયો જોતા જ કોમેન્ટેટર્સ પણ ખડખડાટ હસવા લાગ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઈરલ થવા લાગ્યો હતો.

ટેસ્ટમાં બાંગ્લાદેશનું શાનદાર પ્રદર્શન
બાંગ્લાદેશની ટીમે અત્યાર સુધી પહેલી ટેસ્ટમાં સારુ પ્રદર્શન કર્યું છે. મેચના ચોથા દિવસના અંતે કિવી ટીમનો સ્કોર બીજા દાવમાં પાંચ વિકેટે 147 રન હતો. ટીમની માત્ર પાંચ વિકેટ બાકી છે અને તેની લીડ માત્ર 17 રનની છે.

કિવી ટીમ માટે રાહતના સમાચાર એ છે કે અત્યારે રોસ ટેલર (37) રન કરીને અણનમ છે, જ્યારે રચિન રવિન્દ્ર (6) પણ સારી બેટિંગ કરી રહ્યો છે. આ મેચમાં બાંગ્લાદેશે તેની પહેલી ઇનિંગમાં 458 રન કર્યા હતા. આની સાથે જ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 328 રન કર્યા હતા. જેના આધારે બાંગ્લાદેશે 130 રનની લીડ મેળવી હતી.

ચોથા દિવસે ન્યૂઝીલેન્ડના બેટરનું ખરાબ પ્રદર્શન

  • મેચના ચોથા દિવસે બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ ખરાબ હતી.
  • ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને શાનદાર બોલિંગ કરીને સાત બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
  • વિલ યંગ (69) રોસ ટેલર સાથે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી પણ થઈ હતી.
  • ત્યારપછી ઇબાદત હુસૈને શાનદાર બોલિંગ કરીને યંગ, હેનરી નિકોલ્સ (0) અને ટોમ બ્લંડેલ (0)ને આઉટ કરીને બાંગ્લાદેશને મેચમાં વાપસી કરાવી હતી.
અન્ય સમાચારો પણ છે...