તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૉનવેની ડેબ્યૂ મેચમાં બેવડી સદી:NZના ડેબ્યૂટન્ટ ડેવોન કૉનવેએ 125 વર્ષ જૂનો જામ રણજીત સિંહનો તથા 25 વર્ષ જૂનો ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેબ્યૂટન્ટ બેટ્સમેન ડેવોન કૉનવેની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડેબ્યૂટન્ટ બેટ્સમેન ડેવોન કૉનવેની ફાઈલ તસવીર
  • કૉનવેએ સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર સિંગલ લઇને 150 રન પૂરા કર્યા હતા
  • ડેબ્યૂ મેચમાં 200 રન બનાવીને કૉનવે રન આઉટ થયો હતો

ન્યૂઝીલેન્ડના ઓપનર અને ડેબ્યૂટન્ટ બેટ્સમેન ડેવોન કૉનવેએ પોતાની પ્રથમ ટેસ્ટની અંદર વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આજે ગુરૂવારના રોજ ડેવોન ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડમાં પોતાની ડેબ્યૂ ઈનિંગમા સૌથી વધુ રન ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટમેચમાં ગુરૂવારના રોજ લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે કૉનવેએ 155મો રન બનાવીને આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી હતી. જેમાં તેણે ગાંગુલી અને જામ રણજીત સિંહજીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ મેચની પ્રથમ ઈનિંગમાં કૉનવેએ 200 રન બનાવીને રન આઉટ થયો હતો.

કૉનવેની મહત્ત્વપૂર્ણ ડેબ્યૂ ઈનિંગ
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટમેચમાં ન્યૂઝીલેન્ડે 10 વિકેટના નુકસાને 378 રન બનાવ્યા હતા. જેમાં ટીમમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ડેવિડ કૉનવેએ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. કૉનવેએ વિવિધ રેકોર્ડ્સ તોડવાની સાથે પોતાના અંગત 200 રન પણ બનાવ્યા હતા, જેના પરિણામે ન્યૂઝીલેન્ડનો સ્કોર 378 રન પર પહોંચ્યો હતો.

આ મેચમાં તૂટેલા રેકોર્ડ્સની યાદી

  • ડેવોન કૉનવેએ 125 વર્ષ જૂનો રણજિત સિંહનો રેકોર્ડ અને 25 વર્ષ જૂનો ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો.
  • વર્ષ 1896માં રણજિત સિંહે ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની મેચમાં અણનમ 154 રનની ઇનિંગ રમી હતી.
  • આની પહેલા લોર્ડ્સના મેદાનમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 131 રન બનાવ્યા હતા. વર્ષ 1996માં સૌરવ ગાંગુલીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જેને 25 વર્ષ પછી ડેવોન કોનવેએ ઓવરટેક કરી દીધી છે.

સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર સિંગલ લઇને 150 રન પૂરા કર્યા
કૉનવે ડેબ્યૂ ટેસ્ટમાં 150થી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. 1880માં ઈંગ્લિશ દિગ્ગજ બેટ્સમેન ડબલ્યૂજી ગ્રેસે પણ 152 રન બનાવ્યા હતા. કૉનવેએ સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર સિંગલ લઇને 150 રન પૂરા કર્યા હતા. ડેવોન કૉનવે ડેબ્યૂ ટેસ્ટમાં 150થી વધુ રન બનાવનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

આની પહેલા કીવી ટીમના મેથ્યુ સિંક્લેયર અને હામિશ રદરફોર્ડ આ પડાવ પાર કરી શક્યા હતા. સિંક્લેયરે 1999માં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ વેલિંગ્ટનમાં 214 રન બનાવ્યા હતા. વળીં રદરફોર્ડે 2013માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ડુનેડિનમાં 171 રનની ઈનિંગ પણ રમી હતી.

અત્યારસુધી 8 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ડેબ્યૂ મેચમાં ડબલ સદી નોંધાવી
11 ડિસેમ્બર 1903ના રોજ ઈંગ્લેન્ડની ટીમના આર.ઈ.ફોસ્ટરે 287 રનની ડેબ્યૂ ઈનિંગ રમી હતી. ત્યારપછી અન્ય 6 ખેલાડીઓએ પણ સમયાંતરે આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. આજે ગુરૂવારના રોજ ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડના કૉનવેએ 200 રનની ડેબ્યૂ ઈનિંગ નોંધાવીને વિવિધ રેકોર્ડ્સ સ્થાપિત કર્યા હતા. અત્યારસુધી કુલ 8 ખેલાડીઓ આ રેકોર્ડ સ્થાપિત કરી શક્યા છે.

ડેવોન કૉનવે મૂળ સા.આફ્રિકાનો છે
ન્યૂઝિલેન્ડના ઓપનર 29 વર્ષીય ડેવોન કૉનવેનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. તેને ઐતિહાસિક સ્થળ (લોર્ડ્સ) પર પોતાની ડેબ્યૂ મેચમાં સદી નોંધાવી હતી. આ પડાપ પાર કરનાર તે વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. આ સદીની સાથે કૉનવે લોર્ડ્સ પર ડેબ્યૂ ટેસ્ટમાં સદી નોંધાવનાર ત્રીજો વિદેશી ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયાના હેરી ગ્રેહામે 1893માં ઈંગ્લેન્ડની ડેબ્યૂ મેચમાં 107 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...