ભારત-શ્રીલંકા વનડેના ટોપ મોમેંટ્સ:નોટઆઉટ રોહિતને ડગઆઉટમાં બેઠેલા કોહલીએ આઉટ આપ્યો, ઉમરાન વનડેમાં ફાસ્ટેસ્ટ ઈન્ડિયન

સ્પોર્ટ્સ ડેસ્કએક મહિનો પહેલા

ભારત- શ્રીલંકા વચ્ચે વર્ની પ્રથમ વનડે ખુબ જ રોમાંચક રહી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 373 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શ્રીલંકાએ 306 રન સુધી પીછો કર્યો હતો. જો કે, ટીમ 67 રને હારી ગઈ હતી. મેચમાં બે સદી થઈ હતી. વિરાટ કોહલીએ પોતાની 45મી વનડે સદી પુરી કરી હતી, જ્યારે શ્રીલંકા માટે કેપ્ટન દસુન શનાકાએ છેલ્લા ઓવરમાં સદી પુરી કરી હતી.

ભારતનો મોહમ્મદ શમીએ માંકડિંગ કરી. ઉમરાને 156 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. સદી પહેલા શ્રીલંકાએ વિરાટ કોહલીના કેચ છોડ્યા હતા. એટલું જ નહીં, વિરાટે ડગઆઉટમાં બેઠા-બેઠા રોહિત શર્માને આઉટ આપ્યો હતો. જુઓ ટોપ મોમેન્ટ્સને આ સમાચારમાં જાણીએ...

પ્રથમ મેચના હીરોના 2 ફોટોઝ, જેણે સદી ફટકારી...

4 વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં વિરાટની સદી. તેણે 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી.
4 વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં વિરાટની સદી. તેણે 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી.
શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ 108 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેણે છેલ્લી ઓવરમાં સદી પૂરી કરી હતી.
શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ 108 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેણે છેલ્લી ઓવરમાં સદી પૂરી કરી હતી.

1. પહેલા વાત કોહલીની, જ્યારે તેણે રોહિતને ડગઆઉટમાંથી આઉટ જાહેર કર્યો​​​​​​​

આ મોમેન્ટ્સ ભારતીય ઈનિંગની 11મી ઓવરની છે. શ્રીલંકાના વાનિંદુ હસરંગાએ પાંચમો બોલ ગુગલી ફેંક્યો. બોલ સીધો જ રોહિતના પેડ પર વાગ્યો હતો. વાનિંદુએ LBWની અપિલ કરી હતી. ફીલ્ડ અમ્પાયરે તેને નકાર્યું હતુ. આ બાબતે શ્રીલંકાનો કેપ્ટન દસુન સનાકાએ રિવ્યું માગ્યું, જ્યારે રિવ્યું બતાવ્યું, ત્યારે ખબર પડી તો બોલ રેડ સ્ટ્રિપવાળા અરિયામાં હતો, અને તેનો ઈમ્પેક્ટ પણ લાઈમાં જ હતો, પરંતુ બોલ વધું બાઉન્સ હતો. જેના કારણે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય યોગ્ય જણાયો. આ દરમિયાન ડગઆઉટમાં બેઠેલા વિરાટ કોહલીએ ઈશાન કિશન તરફ ઈશારો કરીને રોહિતને આઉટ જાહેર કર્યો હતો. વિરાટની આ મોમેંટ્સ કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

2. સદી પહેલા વિરાટને 2 વખત જીવતદાન મળ્યું હતું
37મી ઓવરમાં પહેલા કેચ છુટ્યો : પ્રથમ ઈનિંગમાં સદી પહેલા વિરાટ કોહલીને 2 વખત જીવતદાન મળ્યું હતું તેણે 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. 37મી ઓવરમાં કસુન રજિથાના બોલ પર કોહલીનો પહેલો કેચ છુટી ગયો હતો. વિરાટ આગળ જઈને શોર્ટ ઓફ લેન્થ બોલ પર શોટ રમવા માંગતો હતો, પરંતુ બોલે બેટની બહારની કિનારીને અડીને વિકેટકીપર કુસલ મેન્ડિસના હાથમાં જાય છે. મેન્ડિસ કેચ લેવા ડાઇવ મારે છે પરંતુ બોલ તેના હાથમાંથી જમીન પર પડી જાય છે. વિરાટ આ સમયે 52 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

37મી ઓવરમાં કસુન રજિથાના બોલ પર વિકેટકીપર કુસલ મેન્ડિસે કોહલીનો કેચ છોડ્યો હતો. તે સમયે વિરાટ 52 રન પર બેટિંગ કરી રહ્યો હતો.
37મી ઓવરમાં કસુન રજિથાના બોલ પર વિકેટકીપર કુસલ મેન્ડિસે કોહલીનો કેચ છોડ્યો હતો. તે સમયે વિરાટ 52 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

43મી ઓવરમાં પણ વિરાટનો બીજો કેચ છુટ્યો : રજિથાની ઓવરના છેલ્લા બોલ પર કોહલીએ ઈનસાઈટ શોટ રમ્યો હતો. બોલ હવામાં ઉપર ગયો, જ્યાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ તેનો કેચ છોડ્યો હતો. કોહલી આ સમયે 81 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. આ રીતે તેની સદી પહેલા જ તેના 2 કેચ છુટી ગયો હતા. આખરે કોહલી 113 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દસુન શનાકાએ કોહલીનો સરળ કેચ છોડ્યો હતો. વિરાટ આ સમયે 81 રન પર રમી રહ્યો હતો.
દસુન શનાકાએ કોહલીનો સરળ કેચ છોડ્યો હતો. વિરાટ આ સમયે 81 રન પર રમી રહ્યો હતો.

3. શમીએ માંકડિંગ કર્યું અને રોહિતે પાછો બોલાવ્યો
​​​​​​​શનાકાને માંકડિંગમાંથી બહાર કાઢવાની મોમેંટ પણ ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ પણ રોહિતનો નિર્ણય છે. ખરેખર, બીજી ઇનિંગની 50મી ઓવરમાં શમીએ માકડિંગમાંથી શ્રીલંકાના દાસુન શનાકાને આઉટ કર્યો. શમીની અપીલ પર અમ્પાયરે શનાકાને આઉટ આપ્યો, પરંતુ રોહિત શર્માએ અપીલ પાછી લઈને વિકેટ લીધી ન હતી. શનાકા ત્યારે 98 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભૂતકાળમાં માંકડિંગને લીગલ રન આઉટ લિસ્ટમાં જોડ્યું હતું.

શમીએ 49મી ઓવરમાં શનાકાને માંકડિંગ તરફથી આ રીતે આઉટ કર્યો.
શમીએ 49મી ઓવરમાં શનાકાને માંકડિંગ તરફથી આ રીતે આઉટ કર્યો.

4. ઉમરાને 156 કિમીની ઝડપે બોલ ફેંક્યો, શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો​​​​​​​​​​​​​​

ઉમરાન મલિકે મેચમાં 3 વિકેટ લઈને પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો.
ઉમરાન મલિકે મેચમાં 3 વિકેટ લઈને પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો.

​​​​​​​ઉમરાન મલિક દ્વારા 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ઉમરાન મલિકે 14મી ઓવરનો ચોથો બોલ 156 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો અને રેકોર્ડ બનાવ્યો. મલિક હવે વનડેમાં પણ ભારતનો સૌથી ઝડપી બોલર બની ગયો છે. તેણે પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 1999ના વર્લ્ડ કપમાં જવાગલ શ્રીનાથે 154.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી બોલિંગ કરવાનો રેકોર્ડ મલિકના નામે છે. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. આ પહેલા શ્રીલંકા સામેની છેલ્લી T20 શ્રેણીમાં ઉમરાને 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. ઉમરાનના નામે IPLમાં 157 કિ.મી ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. ઉમરાન મલિકે મેચમાં 57 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઉમરાને ભારત માટે હજુ સુધી ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી

5. શનાકાએ છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી
49મી ઓવરના પાંચમા બોલ પર શનાકાએ ચોગ્ગો ફટકારીને પોતાની વનડે કારકિર્દીની બીજી સદી પૂરી કરી હતી. તેણે મેચના છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની વનડે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ બનાવ્યો. તે 108 રને નોટઆઉટ રહ્યો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. આ પહેલા શનાકાએ ઝિમ્બાબ્વે સામે 102 રનની ઇનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...