ઈન્ડિયન ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરે એક જૂને પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા છે. તેણે પોતાના શહેર આગ્રામાં ગ્રાન્ડ વેડિંગ ફંક્શન રાખ્યું હતું. જેમાં લગભગ 200થી વધુ સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. આ લગ્નમાં દીપકના ઘણા ક્રિકેટર મિત્રોએ પણ હાજરી આપી હતી. પરંતુ કે.એલ.રાહુલ તે સમયે અન્ય ક્રિકેટરના લગ્નમાં ગયો હતો. આના કારણે અત્યારે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે તો ચલો આપણે વેડિંગની તસવીરો સહિત આની પાછળના કારણ પર નજર કરીએ.....
ભારતીય મૂળના ડેવિડ, બહરીન માટે ક્રિકેટ રમે છે
આ ક્રિકેટર ડેવિડ મથિઆસ છે. જેનો જન્મ 20 માર્ચ 1991માં કર્ણાટકના અવાલીમાં થયો હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સારુ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન કે.એલ.રાહુલ સાથે પણ તે ક્રિકેટ રમી ચૂક્યો છે. તેથી બંનેની ગાઢ મિત્રતા હોવાથી રાહુલ ડેવિડના લગ્નમાં પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યારે ડેવિડ બહરીન માટે ક્રિકેટ રમે છે.
રાહુલે મિત્રના લગ્નની તસવીરો પોસ્ટ કરી
આ દોસ્તીનું માન રાખવા માટે કે.એલ.રાહુલ દિપક ચાહરના વેડિંગમાં નહોતો ગયો અને ડેવિડ મથિઆસના લગ્નમાં હાજરી આપી હતી. રાહુલે આની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. આની સાથે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાહુલે લખ્યું હતું કે ભાઈના લગ્ન છે. આના પરથી ડેવિડ અને રાહુલ વચ્ચેના સંબંધો વિશે પણ જાણકારી થઈ જાય છે. રાહુલની આ પોસ્ટ પર તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ પણ કોમેન્ટ કરી છે.
આફ્રિકા સિરીઝમાં રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી
ઈન્ડિયન ટીમે 9 જૂનથી ઘરઆંગણે દ.આફ્રિકા વિરૂદ્ધ 5 T20 સિરીઝ રમવાની છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ અપાયો છે. તેવામાં કે.એલ.રાહુલે ટીમ ઈન્ડિયાને કેપ્ટનશિપ સંભાળી લીધી છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન રાહુલને ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ IPL પ્લેઓફ સુધી પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.