તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમમાં બદલાવ:IPL 2021માં નહિ હોય સોફ્ટ સિગ્નલ, ઓન-ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયરને ડિસિઝન રીફર કરતી વખતે કોઈ સિગ્નલ નહિ આપે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડ સામે ચોથી ટી 20માં સુર્યકુમાર યાદવનો ફિલ્ડરે કરેલો કેચ શંકાસ્પદ હતો ત્યારે થર્ડ અમ્પયારે સોફ્ટ સિગ્નલના આધારે આઉટ આપ્યો હતો - Divya Bhaskar
ઈંગ્લેન્ડ સામે ચોથી ટી 20માં સુર્યકુમાર યાદવનો ફિલ્ડરે કરેલો કેચ શંકાસ્પદ હતો ત્યારે થર્ડ અમ્પયારે સોફ્ટ સિગ્નલના આધારે આઉટ આપ્યો હતો
  • સુપર ઓવર ટાઈ મેચ સમાપ્ત થાય એ સમય મર્યાદાની એક કલાક પછીના ગાળામાં જ રમાઈ શકશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની સીઝન પહેલાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ જાહેર કર્યું છે કે, "ઓન-ફિલ્ડ અમ્પાયર્સ થર્ડ અમ્પાયરને ડિસિઝન રીફર કરતી વખતે સોફ્ટ સિગ્નલ આપી નહિ શકે."

IPLના ગવર્નિંગ કાઉન્સિલે મંજૂરી આપ્યા બાદ બોર્ડે અપેન્ડિક્સ D ક્લોઝ 2.2.2- મેચ પ્લેઇંગ કન્ડિશનમાં ફેરફાર કર્યો છે. તમામ ફ્રેન્ચાઇઝને પણ જાણ કરવામાં આવી છે કે, 'સોફ્ટ સિગ્નલનો વિકલ્પ કાઢી નાખવામાં આવ્યો છે.'

સુપર ઓવર અંગે નિયમમાં રસપ્રદ ફેરફાર
સુપર ઓવર ટાઈ મેચ સમાપ્ત થાય એ સમય મર્યાદાની એક કલાક પછીના ગાળામાં જ રમાઈ શકશે. આમ આનાથી ખાસ ફેર નહિ પડે, પરંતુ મેચ દરમિયાન સ્લો-ઓવર રેટ હોય તો બની શકે કે સુપર ઓવર ન રમાઈ અને બંને ટીમને સરખા પોઇન્ટ્સ વહેંચવામાં આવે. ગયા વર્ષે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચમાં 2 સુપર ઓવર થઈ હતી. નવા નિયમ મુજબ જો બીજી સુપર ઓવર પણ ટાઈ થઈ હોત તો ત્રીજી સુપર ઓવર ન રમાત કારણકે 1 કલાકનો સમય સમાપ્ત થઈ ગયો હોત.

થર્ડ અમ્પાયર નો-બોલ શોર્ટ રનનો નિર્ણય આપી શકશે
નવી ગાઈડલાઇન્સ અનુસાર થર્ડ અમ્પાયર શોર્ટ રન ચેક કરીને ગ્રાઉન્ડ અમ્પાયરનો નિર્ણય ફેરવી શકશે. તેઓ ગ્રાઉન્ડ અમ્પાયરનો નો-બોલનો નિર્ણય પણ ફેરવી શકશે.

શું થયો હતો વિવાદ
T-20 સિરીઝની ચોથી મેચમાં ભારતીય ઈનિંગની 14મી ઓવર ઈંગ્લેન્ડનો સેમ કરન ફેંકી રહ્યો હતો. તે સમયે તેમની સામે સૂર્યકુમાર યાદવ હતા. સેમ કરનના એક બોલ પર સૂર્યકુમારે સ્કૂપ શોટ રમ્યો જો ડીપ ફાઈન લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ડેવિડ મલાન પાસે ગયો. મલાને કેચ પકડી લીધો. જો કે મલાને પકડેલો આ કેચ જમીનને અડકી ગયો હતો. તેમ છતાં ડેવિડ મલાને કેચની અપીલ કરી.

આ કેચ યોગ્ય રીતે પકડાયો છે કે નહીં તે જોવા માટે ફિલ્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસે મદદ માગી. નિયમ મુજબ મેદાનના અમ્પાયરે પોતાનો નિર્ણય પણ આપવો પડે છે, તે અંતર્ગત ફિલ્ડ અમ્પાયરે સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો હતો. આ મેચમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં વીરેન્દ્ર શર્મા હતો.

થર્ડ અમ્પાયરે કહ્યું પુરતા પુરાવા ન મળ્યા થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ સૂર્યકુમારના કહેવાતા કેચનો વીડિયો વારંવાર જોયો. રીપ્લે જોવાથી ખ્યાલ આવ્યો કે ડેવિડ મલાને જ્યારે કેચ પકડ્યો ત્યારે બોલ જમીનને અડકી રહ્યો હતો. તેમ છતાં અમ્પાયરે સફાઈથી કેચ પકડ્યો તેના કોઈ જ પુરાવા ન મળ્યા. થર્ડ અમ્પાયરે વીરેન્દ્ર શર્માનું માનવું છે કે કેચ ડ્રોપ થવાના કનક્લૂઝિવ એવિડન્સ (પુરાતા પુરાવા) નથી. તેથી ત્રીજા અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જ જાહેર કર્યો.

જાણો શું હોય છે સોફ્ટ સિગ્નલ?
મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે છે કે જેમાં તે વાત સ્પષ્ટ નથી કે તેને આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવામાં ગ્રાઉન્ડ અમ્પાયર તે કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જો કે ત્રીજા અમ્પાયરથી પહેલાં ગ્રાઉન્ડ અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે. ક્રિકેટની ભાષામાં તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે.

જે બાદ ત્રીજો અમ્પાયર મોનિટર પર તેને અનેક એન્ગલથી જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના પર્યાપ્ત પુરાવા મળે છે તો તે બેટ્સમેનને આઉટ કરાર જાહેર કરાય છે. પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ટીવી અમ્પાયરને પર્યાપ્ત પુરાવા નથી મળતા. આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે.

સૂર્યકુમાર યાદવના મામલે પણ આવું જ થયું. ડેવિડ મલાને તેમનો કેચ સફાઈથી પકડ્યો હતો કે નહીં તે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તેથી ગ્રાઉન્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસેથી મદદ માગી. ગ્રાઉન્ડ અમ્પાયરે પોતાના સાથી અમ્પાયર સાથે વાત કરી અને સોફ્ટ સિગ્નલ અંતર્ગત સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો. જે બાદ ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ તે કેચને અનેક એન્ગલથી જોયો પરંતુ તેને કોઈ જ પુરતા પુરાવા ન મળ્યા. અમ્પાયર વીરેન્દ્ર શર્માએ મેદાન પરના અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જાહેર કર્યો.

શું કહે છે નિયમ
થર્ડ અમ્પાયરને શંકાસ્પદ કેચના નિર્ણયને રેફર કરવાના મામલામાં ICCના નિયમ કહે છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલને ત્યારે ફેરવી શકાય છે જ્યારે રિપ્લેમાં તે માટે પર્યાપ્ત પુરાવા મળે. એટલે રિપ્લેથી સ્પષ્ટ થાય છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને જે લાગી રહ્યું છે તે ખોટું છે. એટલે જો ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટને સોફ્ટ સિગ્નલ આપ્યું છે તો ટીવી અમ્પાયર ત્યારે જ નોટઆઉટ આપી શકે છે જ્યારે રિપ્લેથી સ્પષ્ટ થાય કે બેટ્સમેન નોટઆઉટ જ છે. સૂર્યકુમારના મામલામે તે સ્પષ્ટ થતું ન હતું કે કેચ ડ્રોપ થયો છે કે નહીં.

ક્લીન કેચનો નિયમ શું છે
જો કોઈ ફિલ્ડર લો કેચ (જમીનથી નજીકનો કેચ) પકડે છે તો તેની આંગળી બોલની નીચે હોવી જોઈએ. જો કોઈ મામલામાં ફિલ્ડરની બે આંગળી બોલની નીચે છે અને બોલ ગ્રાઉન્ડમાં અડકે છે તો પણ કેચ ક્લીન માનવામાં આવે છે અને બેટ્સમેનને આઉટ જાહેર કરાય છે. સૂર્યકુમારના મામલામાં બોલ જમીન પર અડકેલી જોવા મળે છે પરંતુ તે સ્પષ્ટ નથી થતું કે ફિલ્ડરની આંગળી બોલની નીચે છે કે નહીં. જો કે ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યો તો સ્પષ્ટ પુરાવાના અભાવે થર્ડ અમ્પાયરને આ નિર્ણય બરકરાર રાખવા પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો