• Gujarati News
  • Sports
  • Cricket
  • No Franchise Showed Interest In Buying Suresh Raina; The CEO Of CSK Stated The Reason Behind Not Choosing

MR. IPL અનસોલ્ડ:સુરેશ રૈનાને ખરીદવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ ન દાખવ્યો; CSKના CEOએ જણાવ્યું ન પસંદ કરવા પાછળનું કારણ

6 મહિનો પહેલા

IPL 2022નું મેગા ઓક્શન 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થયું. યુવા ખેલાડીઓથી માંડીને સિનિયર ટીમના ખેલાડીઓ પર કરોડો રૂપિયાઓનો વરસાદ થયો. આ ઓક્શનમાં સૌને ચોંકાવનારો નિર્ણય એ રહ્યો કે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન ધરાવનાર અને MR.IPL તરીકે ઓળખાતો સુરેશ રૈના અનસોલ્ડ રહ્યો. કોઈપણ ફ્રેન્ચાઈઝીએ આ અનુભવી બેટરને ખરીદવામાં કોઈ પ્રકારનો રસ ન દાખવ્યો. આ મુદ્દો ક્રિકેટરસિકોમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે, કેમ કે સુરેશ રૈના IPL શરૂ થઈ ત્યારથી રમી રહ્યો છે અને તેની પાસે ક્રિકેટના આ નાના ફોર્મેટમાં રમવાનો સારોએવો અનુભવ પણ છે. સૌને એવું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સ સુરેશ રૈનાને ખરીદશે, પણ એવું પણ ન બન્યું. ફ્રેન્ચાઈઝીના માલિકે સુરેશ રૈનાને ન લેવાનું કારણ પણ રજૂ કર્યું છે.

ખેલાડીનું ફોર્મ સર્વોપરિ છે
CSKના CEO કાશીએ ફ્રેન્ચાઈઝી તરફથી જાહેર કરાયેલા એક વીડિયો ક્લિપમાં કહ્યું છે કે રૈના છેલ્લાં 12 વર્ષથી અમારી ટીમ તરફથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમારા માટે રૈનાને ન ખરીદવો એ ઘણો મુશ્કેલીભર્યો નિર્ણય રહ્યો, પરંતુ સાથે-સાથે એમ પણ સમજવું જોઈએ કે ટીમનું સંયોજન એ ટીમના ફોર્મ અને ખેલાડીઓ પર નિર્ભર કરે છે.

આ ટીમમાં રૈના ફિટ ન થઈ શકત- કાશી વિશ્વનાથ
તેમણે આગળ કહ્યું હતું, ફોર્મ અને ટીમનું સંયોજન રૈનાને ન ખરીદવા પાછળનું કારણ છે. અમે વિચાર્યું કે આ ટીમમાં રૈના ફિટ નહીં થાય. કાશીએ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની અછત પણ સર્જાશે. પ્લેસિસ 2011થી ટીમ તરફથી રમી રહ્યો છે અને છેલ્લા વર્ષે ટાઈટલ જીતવામાં પણ તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ગાવસ્કરે કહ્યું, સુરેશ રૈના અંગેના નિર્ણયથી આશ્ચર્ય
ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે અમિત મિશ્રા અનસોલ્ડ રહ્યો,કારણ કે તે ગયા વર્ષે પણ એકપણ મેચ રમ્ય નહોતો, પણ સુરેશ રૈના અંગેનો નિર્ણયથી મને આશ્ચર્ય થયું. તે ડાબોડી બેટર છે. ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે અને ખૂબ જ અનુભવી છે. છેલ્લી સીઝન દુબઈમાં રમાઈ હતી. દુબઈની પિચ પર બાઉન્સ વધારે હતો. તેથી તે થોડો ડરેલો લાગતો હતો. એ કારણે મને લાગે છે કે ફ્રેન્ચાઈઝીઓએ વિચાર્યું હશે કે ઈન્ડિયામાં ઝડપી બોલરોનો સામનો રૈના નહીં કરી શકે. એ કારણે સુરેશ રૈનાને કોઈ ટીમે પોતાનો ભાગ ન બનાવ્યો. હવે સાચું કારણ તો ફ્રેન્ચાઈઝી જ જણાવી શકે એમ છે.

સુરેશ રૈનાની IPL કારકિર્દી
રૈનાની IPLમાં સ્ટ્રાઈક રેટ 136.76ની છે. પહેલી સીઝનથી તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. જોકે વચ્ચે ચેન્નઈની ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ લદાયો તો તે ગુજરાત લાયન્સની ટીમનો કેપ્ટન બન્યો હતો. CSKનું પુનરાગમન થતાં તે ફરી ટીમમાં જોડાયો હતો, પરંતુ છેલ્લી સીઝનમાં ટીમ સાથે તેના કેટલાક મતભેદો પણ થયા હતા. તેથી ટીમે તેના પર ભરોષો નથી જતાવ્યો.

આ મોટા પ્લેયર્સ અનસોલ્ડ રહ્યા

ખેલાડીબેઝ પ્રાઈઝ2021
સુરેશ રૈના2 કરોડ11 કરોડ
સ્ટીવ સ્મિથ2 કરોડ2.6 કરોડ
શાકિબ2 કરોડ3.2 કરોડ
ઈમરાન તાહિર2 કરોડ1 કરોડ
ઈયોન મોર્ગન1.5 કરોડ5.2 કરોડ
અન્ય સમાચારો પણ છે...