ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે નેપિયરમાં ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. જેમાં વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આ મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતી હતી, એટલે તેઓએ આ સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટે 74 રન બનાવ્યા હતા. ત્યારે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી.
પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ
આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ મોહમ્મદ સિરાજને બનાવવામાં આવ્યા હતા. તેમણે ધારદાર બોલિંગ કરી હતી. તેમણે આજની મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો પ્લેયર ઑફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ બન્યા હતા. તેમણે આ સિરીઝની બીજી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં જ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 15 ઓવરે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે ધારદાર બોલિંગ કરી હતી. બન્નેએ 4-4 વિકેટ ઝડપી હતી. સિરાજે એક શાનદાર રનઆઉટ પણ કર્યો હતો. તો હર્ષલ પટેલને એક વિકેટ મળી હતી. કિવી ટીમ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 59 રન બનાવ્યા હતા. તો ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડે છેલ્લા 23 બોલમાં 8 વિકેટ ગુમાવી
ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી 16મી ઓવર કરવા મોહમ્મદ સિરાજ આવ્યા હતા. જેમાં તેમણે ધારદાર બોલિંગ કરતા કિવી ટીમના ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. આ પછી તો અર્શદીપ સિંહે પણ ડેવોન કોનવેને આઉટ કર્યા હતા. બે સેટર 2 ઓવરની અંદર જ આઉટ થતા, ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી. અને પછી તો સિરાજ અને અર્શદીપે તરખાટ મચાવ્યો હતો. બન્નેએ પોતાની બોલિંગમાં 4-4 વિકેટ ઝડપી હતી. આ કિવી ટીમે છેલ્લા 23 બોલમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ હર્ષલ પટેલની પ્લેઇંગ-11માં જગ્યા મળી છે. તો ન્યૂઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમસનની જગ્યાએ માર્ક ચૈપમેનને લેવામાં આવ્યો છે. જોકે ટૉસ થયા પછી ફરી એકવાર વરસાદ પડવા લાગતા પિચ પર કવર્સ લાવવાં પડ્યાં હતાં.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), માર્ક ચૈપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉધી (કેપ્ટન), ઈશ સોઢી, એડમ મિલ્ને અને લોકી ફર્ગ્યુસન.
ભારત: ઈશાન કિશન, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ બીજી મેચ 65 રને જીતી લીધી. તેથી, આજની મેચ સિરીઝની નિર્ણાયક મેચ રહેશે. જોકે વરસાદના કારણે ટૉસ મોડો થયો હતો. BCCIએ ટ્વિટ કરીને આ વિશે જાણ કરી હતી.
ન્યૂઝીલેન્ડને મેચ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસન તબીબી સમસ્યાઓના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા હતા. એટલે આજની મેચમાં ટિમ સાઉધીએ ટીમની કેપ્ટનશિપ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.