ન્યૂઝીલેન્ડ-ભારત મેચ વરસાદને કારણે રદ્દ:બન્ને ટીમના પ્લેયર્સે ફૂટબોલ રમી ટાઇમપાસ કર્યો; બીજી મેચ 20 નવેમ્બરે રમાશે

3 મહિનો પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ પહેલો મુકાબલો રમવા ઉતરી હતી. બંને ટીમોના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ફૂટબોલ રમીને ટાઈમપાસ કરતા નજર આવ્યા છે. BCCIએ આનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. હવે બીજી T20 મેચ 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

ભારતીય સમય અનુસાર મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વેલિંગટનમાં સતત વરસાદ પડી રહ્યો હતો. દોઢ-પોણા બે કલાક સુધી વરસાદ રોકાવાની રાહ જોઈ, પરંતુ રોકાયો નહીં. આ પછી મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ભારતીય સિલેક્ટરોએ આ પ્રવાસ દરમિયાન યુવા ખેલાડીઓ પર દાવ રમ્યો છે. ટીમની કમાન હાર્દિક પંડ્યા પાસે છે. ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડને તેમની ધરતી પર હરાવવાનો પડકાર છે. ગઈ વખતે આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વખતે કેન વિલિયમસનની કેપ્ટનશીપવાળી ટીમ છે.

વરસાદના કારણે પ્લેયર્સે ઈન્ડોર ગેમ્સનો આનંદ માણ્યો

ભારતીય પસંદગીકારોએ આ પ્રવાસમાં યુવાનો પર દાવ લગાવ્યો છે. ટીમની કમાન હાર્દિક પંડ્યા પાસે છે. તેમની સામે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને હરાવવાનો પડકાર રહેશે. છેલ્લી વખત તેમને આયર્લેન્ડ પ્રવાસમાં ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્યારે ટીમે તેમની કેપ્ટનશિપમાં સિરીઝ 3-0થી જીતી લીધી હતી. આ વખતે ટીમનો સામનો કેન વિલિયમસનની ટીમ સામે છે.

હવે આપણે જાણીશું કે આ મેચની પિચ કેવી હશે, હવામાનની સ્થિતિ કેવી રહેશે અને બંને ટીમના સંભવિત પ્લેઇંગ-11 શું હોઈ શકે છે. આ સિવાય એ પણ જાણીશું કે ભારતના મિસ્ટર 360 સૂર્યકુમાર યાદવ કયો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે.

સૂર્યકુમાર યાદવ રિઝવાનનો રેકોર્ડ તોડી શકે છે
સૂર્યકુમાર યાદવ પાસે કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવવાની તક છે. હવે આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના નામે છે. સૂર્યાને કુલ 287 રન જોઈએ છે. જો તેઓ આટલા રન બનાવી લેશે, તો તેઓ T20 ઈન્ટરનેશનલ એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની જશે. હાલ રિઝવાને ગત વર્ષે 1326 રન બનાવ્યા હતા. તો અત્યારે સૂર્યકુમાર યાદવ 1040 રન બનાવી ચૂક્યા છે.

પંત, પંડ્યા, ભુવી અને ચહલ જેવા સિનિયર પ્લેયર્સ પણ છે
પસંદગીકારોએ આ સિરીઝમાં યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત અને હાર્દિક પંડ્યાને ત્યાં સિનિયર તરીકે મોકલવામાં આવ્યા છે. ટીમના મોટાભાગના ખેલાડીઓ નવા અને બિનઅનુભવી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો ભવિષ્યની ટીમની શોધ કરી રહ્યા છે. જે ટીમ ઈન્ડિયાને ICC ટ્રોફી અપાવી શકે છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે ODI વર્લ્ડ કપની પણ યજમાની કરવાની છે. આવી સ્થિતિમાં પસંદગીકારોની નજર પણ તે મેગા ટૂર્નામેન્ટની તૈયારી પર રહેશે.