T-20 / ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રીજી મેચ, નાગપુરમાં ટીમ ઈન્ડિયાની નજર સતત બીજી મેચ જીતવા પર રહેશે

India-Bangladesh third match today, Team India will be eyeing a second consecutive win in Nagpur

  • ભારતીય ટીમ નાગપુરમાં છેલ્લે ઈગ્લેન્ડ સામે 2017માં 5 રનથી જીત મેળવી હતી.
  • ત્રણ T-20 ની સિરીઝમાં બાંગ્લાદેશે પ્રથમ અને ભારતે બીજી મેચમાં જીત મેળવી હતી.
  • મેચનું સીધુ પ્રસારણ સાંજે 7ઃ00 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.

Divyabhaskar.com

Nov 10, 2019, 03:16 PM IST

સ્પોર્ટ ડેસ્કઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T-20 સિરીઝમાં બન્ને ટીમે 1-1 ની બરોબરી પર છે. બાંગ્લાદેશે દિલ્હીમાં પહેલી મેચ 7 વિકિટથી જીતી હતી. ત્યારે ભારતે રાજકોટમાં બીજી મેચ 8 વિકીટથી જીતી હતી. બન્ને ટીમ આ મેચ જીતી સિરીઝને પોતાને નામ કરવા ઈચ્છે છે.

વિદર્ભમાં 3 પૈકી બે મેચ હાર્યું છે ભારત

વિદર્ભ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ પર બન્ને ટીમ પહેલી વખત એકબીજા સામે રમશે. આ અગાઉ ભારતે ત્રણ મેચ પૈકી એક જીતી હતું. બન્ને મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2017માં રમાયેલ ગત મેચમાં ટીમે ઈગ્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું. ત્યારે શ્રીલંકા (2009) અને ન્યુઝીલેન્ડ (2016) સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ખલીલની જગ્યા શાર્દુલને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયામાં જો કોઈ ફેરફાર કરવાની વાત કરવામાં આવે તો ઝડપી બોલર ખલીલ અહેમદને બદલે શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. એક ફેરફાર ઉપરાંત રોહિત શર્મા કોઈ અન્ય ફેરફાર કરવા ઈચ્છશે નહીં. ખલીલે ગત બે મેચમાં 8 ઓવરમાં 81 રન આપ્યા હતા. આ દરમિયાન તેને ફક્ત બે જ સફળતા મળી હતી. બીજીબાજુ બાંગ્લાદેશની ટીમમાં મોસાદેક હુસૈનને સ્થાને મોહમ્મદ મિથુનને સામેલ કરવામાં આવી શકે છે. મોસાદેક ગત મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

ચહલ 50 વિકેટથી ફક્ત એક પગલું દૂર

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે T-20 માં 49 વિકેટ લીધી છે અને હવે તે 50 વિકેટના આંકથી ફક્ત એક જ વિકેટ દૂર છે. જો તે આ મેચમાં એક સફળતા મેળવી લેશે તો તેને 50 વિકેટ મેળવનાર ત્રીજો બોલર બની જશે. આ અગાઉ રવિચંદ્રન અશ્વિને 52 અને જસપ્રીત બુમરાહે 51 વિકેટ લીધી હતી. જો ચહલ આ મેચમાં 4 વિકેટ લેશે તો તે T-20માં સૌથી વધારે વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બની જશે.

મૌસમ અને પિચનો અહેવાલ

નાગપુરમાં મેચના સમયે મોટાભાગ ભેજવાળુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. તેનાથી કોઈ પણ ટીમ પહેલા બોલિંગ કરવા ઈચ્છશે. તાપમાન 18 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આ મેદાન પર ઝડપી બોલરોને મદદ મળશે. ગત ત્રણ મેચમાં પહેલા બેટીંગ કરનારી ટીમે સરેરાશ 129 રન કર્યા છે. આ મેદાન પર 10 પૈકી સાત મેચ પહેલા બેટીંગ કરનાર ટીમે જીત મેળવી છે.

ભારત સામે બાંગ્લાદેશ હેડ ટુ હેડ

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 10 T-20 રમાઈ છે, ભારત 9 મેચમાં જીત્યું છે. બાંગ્લાદેશને એક મેચમાં સફળતા મળી છે. બાંગ્લાદેશની ટીમને આ જીત આ સિરીઝ અગાઉની પ્રથમ મેચમાં મળી હતી.

બન્ને ટીમઃ

ભારતઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયન અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપટ), વોશિંગ્ટન સુંદર, ક્રુણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર

બાંગ્લાદેશઃ મહમૂદુલ્લાહ (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ નઈમ, આફિફ હુસૈન, મોસદદેક હુસૈન, અમિનુલ ઈસ્લામ, અબુ હૈદર રોની, લિટન દાસ,મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન,
અરાફાત સની, અલ-અમીન હુસૈન, મુસ્તફિજુર રહેમાન, શફિઉલ ઈસ્લામ અને તૈજુલ ઈસ્લામ

X
India-Bangladesh third match today, Team India will be eyeing a second consecutive win in Nagpur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી