ક્રિકેટ:ટ્વિટર પર ટ્રેન્ડ થયા ધોનીની રિટાયરમેન્ટના સમાચાર, સાક્ષીએ કહ્યું- આ અફવા છે, લોકડાઉનથી લોકોનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેન્દ્ર સિંહ ધોની 2019ના વર્લ્ડ કપ પછી ક્રિકેટ રમ્યો નથી. તે પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે વેકેશન પર ગયો હતો. -ફાઇલ ફોટો - Divya Bhaskar
મહેન્દ્ર સિંહ ધોની 2019ના વર્લ્ડ કપ પછી ક્રિકેટ રમ્યો નથી. તે પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે વેકેશન પર ગયો હતો. -ફાઇલ ફોટો
  • સાક્ષીએ થોડી વાર પછી ટ્વીટ ડિલીટ કરી હતી, જેના લીધે ધોનીની નિવૃત્તિ અંગે સસ્પેન્સ વધી ગયું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિના સમાચાર અને અટકળો સતત ચાલુ છે. બુધવારે રાત્રે, ધોનીની નિવૃત્તિના સમાચાર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા. #DhoniRetires ટોપ ટ્રેન્ડમાં આવી ગયું હતું. આ પછી, ધોનીની પત્ની સાક્ષી સામે આવી અને ટ્વીટ કરીને તેણે આ સમાચાર અહેવાલોને ખોટા ગણાવ્યા.સાક્ષીએ ટૂંક સમયમાં જ પોતાની ટ્વીટ ડિલીટ કરી હતી. આનું કારણ બહાર આવ્યું નથી. તે સાથે જ ધોનીની નિવૃત્તિ અંગે સસ્પેન્સ વધી ગયું છે.

ટ્વીટ કરનાર લોકો પોતાનું કામ કરો: સાક્ષી સાક્ષીએ લખ્યું કે, આ બધા સમાચાર માત્ર અફવાઓ છે. મને લાગે છે કે લોકડાઉનથી લોકોનું માનસિક સંતુલન ખરાબ થયું છે.  #dhoniretires ટ્વીટ કરનાર લોકો તમારું કામ કરો.

ધોની એક વર્ષથી ક્રિકેટથી દૂર છે ધોની લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. ધોની છેલ્લે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમ્યો હતો. આ મેચમાં કિવિઝ સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ ધોની ક્રિકેટથી દૂર છે. આશા હતી કે ધોની આઈપીએલમાંથી પાછો ફરશે, પરંતુ કોરોનાને કારણે આઈપીએલ પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...