તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતને સલામ:પગના પંજામાં ફ્રેક્ચર છતાં બોલિંગ કરવા ઊતર્યો ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર નીલ વેગનર, ટીમને અપાવી મોટી સફળતા

2 મહિનો પહેલા

પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન બોલ લાગવાથી ન્યૂઝીલેન્ડના બોલર નીલ વેગનરના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમ છતાં તે બોલિંગ કરવા ઊતર્યો અને ટીમને મોટી સફળતા અપાવતાં પાકિસ્તાનની મહત્ત્વની 2 વિકેટ ઝડપી મહેમાન ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.

પગમાં ફ્રેક્ચર છતાં બોલિંગ કરવા ઊતર્યો વેગનર
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ માઉંગાનુઇમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના ફાસ્ટ બોલર નીલ વેગનર ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે 27 ડિસેમ્બરે મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન વેગનર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની બોલર શાહાની શાહ અફરીદીના એક યોર્કર તેના જમણા પગના પંજામાં લાગ્યો, જેને કારણે ફ્રેક્ચર થઈ ગયું હતું. આ કારણે વેગનર પાકિસ્તાની ઈનિંગની શરૂઆતમાં મેદાન પર ઊતરી શક્યો ન હતો. જોકે દિવસના અંતમાં થોડા સમય માટે તે મેદાનમાં આવ્યો અને 3 ઓવર પણ નાખી, જે બાદ તેના પગનું સ્કેન કરાવવામાં આવ્યું, જેમાં ફ્રેક્ચર થયું હોવાની વાત સામે આવી. જોકે ઈજા વધુ ગંભીર ન હોવાને કારણે ડોકટર્સે વેગનરને રમવાની મંજૂરી આપી હતી. મેચના ત્રીજા દિવસે સોમવારે વેગનરે લંચ પછી સેશનમાં ફ્રેક્ચર છતાં વધુ 18 ઓવર નાખી હતી. આ સમયે વેગનરનો ઉત્સાહ અને દિલેરીનું ઉદાહરણ રજૂ કરતા પગના પંજામાં ફ્રેક્ચર હોવા છતાં તેણે પાકિસ્તાનની 2 વિકેટ પણ લીધી હતી.

પહેલી ટેસ્ટમાં પાકિસ્તાન મુશ્કેલીમાં
વેગનર છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝીલેન્ડના બોલર્સ-અટેકનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. હાલમાં જ વેગનરે ન્યૂઝીલેન્ડ માટે પોતાની 50મી ટેસ્ટ મેચ રમી હતી. આ 50 મેચમાં વેગનરના નામે 215 વિકેટ છે અને તે ન્યૂઝીલેન્ડના સૌથી ફાસ્ટ બોલર્સમાંથી એક ગણાય છે.

પહેલી ઈનિંગમાં 431 રન બનાવનારી ન્યૂઝીલેન્ડ ટીમે મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનને 239 રનમાં સમેટી દીધું. ફહીમ અશરફ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન વચ્ચે 107 રનની ભાગીદારીને પગલે પાકિસ્તાન ફોલોઓન ટાળવામાં સફળ રહ્યું હતું.

અનિલ કુંબલે પણ ઈજાગ્રસ્ત હોવા છતાં કરી હતી બોલિંગ
વર્ષ 2002માં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ અનિલ કુંબલેને જડબામાં ઈજા થઈ હતી, તેમ છતાં તે બોલિંગ કરવા ઊતર્યો હતો. મોઢા પર બેન્ડેજ બાંધીને કુંબલેએ સતત 14 ઓવર નાખીને વેસ્ટ ઈન્ડીઝના ટોપ બેટ્સમેન બ્રાયન લારાની વિકેટ લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં આ ખેલાડીને હિંમત દેખાડવા બદલ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઈજા થઈ હોવા છતાં પોતાની ટીમ માટે મેદાનમાં ઊતર્યા હોવાનાં અનેક ઉદાહરણો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો