વાનખેડેમાં સચિન...સચિન...:શુભમન ગિલે ચોગ્ગો માર્યો, પણ નારા સચિનના લગાવ્યા; કોહલીની એન્ટ્રી પર પણ ફેન્સે માસ્ટરબ્લાસ્ટરને યાદ કર્યો

2 મહિનો પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વાનખેડે સ્ટેડિયમમાં કોહલી.. કોહલી..નો અવાજ સાંભળવા મળ્યો હતો. કોહલી જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ચાહકો કોહલી.. કોહલી..ની બૂમો પાડી રહ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અગાઉ જ્યારે સચિન આ મેદાન પર રમતો હતો ત્યારે તેના માટે પણ આવો જ અવાજ સંભળાતો હતો.

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો શુભમન ગિલ બીજા દાવમાં મયંકના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન જ્યારે આ ખેલાડીએ ચોગ્ગો ફટકાર્યો હતો ત્યારે ચાહકો સચિન.. સચિન.. બૂમો પાડવા લાગ્યા. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સચિન વાનખેડેમાં રમતા હતા, ત્યારે પણ મેદાન પર એવો જ અવાજ અને સમાન વાતાવરણ જોવા મળતું હતું.

શુભમન ગિલ ફરી મોટી ઈનિંગ્સ રમવા નિષ્ફળ
બીજી ઇનિંગમાં શુભમન ગિલ 75 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ રચિન રવીન્દ્રએ લીધી હતી. પ્રથમ દાવમાં પણ ગિલ 44 રને આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. ગિલ અને કેપ્ટન કોહલીએ ત્રીજી વિકેટ માટે 144 બોલમાં 82 રન જોડ્યા હતા. ગિલ લાંબા સમયથી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તેને મેચમાં સારી શરૂઆત મળે છે, પરંતુ તે એને મોટી ઇનિંગ્સમાં બદલી શકતો નથી.

કેપ્ટન ફરી સદી મારવામાં નિષ્ફળ
વિરાટ કોહલી પાસેથી વાનખેડે ટેસ્ટમાં જોરદાર પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ તે પ્રથમ દાવમાં શૂન્ય અને બીજા દાવમાં 36 રને આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટે બે વર્ષ પહેલાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી હતી અને આજની ઈનિંગ્સ કુલ 58 ઈનિગ્સ તથા 744 દિવસની હતી, જ્યારે ભારતીય કેપ્ટનના બેટથી સદી જોવા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...