ભાસ્કર વિશેષ:ન્યૂઝીલેન્ડ બોર્ડની વાર્ષિક કમાણી 270 કરોડ, BCCIથી 14 ગણી ઓછી, છતાં ટીમ ટેસ્ટમાં નંબર-1

ક્રાઈસ્ટ ચર્ચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝીલેન્ડની ટીમે ઘરઆંગણે સળંગ 8મી સીરિઝ જીતી છે - Divya Bhaskar
ન્યૂઝીલેન્ડની ટીમે ઘરઆંગણે સળંગ 8મી સીરિઝ જીતી છે
  • ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને ઈનિંગ્સ અને 176 રને હરાવ્યું, પ્રથમ વખત સળંગ 6 ટેસ્ટ જીતી
  • બોર્ડની રેવેન્યુ ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમોથી પણ ઓછી, કેપ્ટન વિલિયમ્સન ટેસ્ટનો નંબર-1 બેટ્સમેન પણ

ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને એક ઈનિંગ્સ અને 176 રને હરાવ્યું. ન્યૂઝીલેન્ડે સળંગ છઠ્ઠી ટેસ્ટ જીતી. ટીમે પ્રથમ વખત સળંગ છ ટેસ્ટ જીતી છે. આ વિજયની સાથે જ ટીમે બે ટેસ્ટની સીરિઝ 2-0થી ક્લિન સ્વીપ કરી છે. સાથે જ તે દુનિયાની નંબર-1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડ બોર્ડની વાર્ષિ કમાણી બીજા બોર્ડ કરતાં ઓછી હોવા છતાં ટીમે આ સફળતા મેળવી છે. ન્યૂઝીલેન્ડ બોર્ડની વાર્ષિક કમાણી લગભગ 270 કરોડ છે, જે બીસીસીઆઈ કરતાં 14 ગણી ઓછી છે. બીસીસીઆઈની વાર્ષિક કમાણી રૂ.3730 કરોડ , ઓસ્ટ્રેલિયા બોર્ડની કમાણી રૂ.2290, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની કમાણી રૂ.1150 કરોડ છે.

સફળ થવાના કારણ
વર્કલોડ ઓછો કરીને ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ નાની કરી, પોતાની એ ટીમ પર વધુ ધ્યાન આપ્યું
ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની છૂટ છે

વિદેશી લીગમાં રમે છે ખેલાડી, એટલે આત્મવિશ્વાસ વધ્યો
ખેલાડી અને બોર્ડ વચ્ચેનો સંબંધ પણ સારો છે. ખેલાડીઓને વિદેશી લીગમાં રમતા અટકાવાતા નથી, જેમાંથી તેઓ કમાણી કરી લે છે. જેના લીધે બોર્ડ પર પૈસાનું દબાણ આવતું નથી. એ ટીમને સારી બનાવા માટે બોર્ડે ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટને 2018માં 10માંથી 8 રાઉન્ડની કરી નાખી છે. જેની અસર જોવા મળી રહી છે. કાઈલ જેમિસન જેવા ખેલાડી મળ્યા છે. તે છ ટેસ્ટમાં ત્રણ વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ચુક્યો છે. ક્રિકેટ આયર્લેન્ડ પણ ન્યૂઝીલેન્ડ મોડલ અપનાવવાની તૈયારીમાં છે. બીસીસીઆઈએ કમાણી માટે આઈપીએલનું આયોજન યુએઈમાં કરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ સળંગ બે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ પહોંચ્યું
ન્યૂઝીલેન્ડના સારા પ્રદર્શને અપવાદ માની શકાય નહીં. ટીમ સળંગ બ ેવખત 2015 અને 2019 વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી હતી. પાક. વિરુદ્ધ સીરિઝ જીત તેની ઘરમાં સળંગ 8મી સીરિઝ જીત છે. આ દરમિયાન તેણે 11 મેચ જીતી છે, જ્યારે એકમાં પણ હારી નથી. 2009 પછી પાક. ટીમને યુએઈમાં માત્ર એક નોન એશિયન ટીમ સામ ેટેસ્ટ સીરિઝમાં પરાજય મળ્યો છે.

આઈસીસીની મોટી ઈવેન્ટ્સની યજમાની બિગ થ્રી પાસે
બિગ થ્રી એટલે, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ. 2016થી 2023 વચ્ચે આઈસીસીની મોટી ઈવેન્ટ્સની યજમાની આ ત્રણ બોર્ડ પાસે જ છે. સૌથી વધુ કમાણી અને સૌથી સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમની પાસે છે. યુવાન ખેલાડીઓ શોધવા અને તેમને તૈયાર કરવા ઘણો ખર્ચ કરાય છે. જોકે, ન્યૂઝીલેન્ડે મર્યાદિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવું કરી બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...