• Gujarati News
  • Sports
  • Cricket
  • New Zealand Announced The Team, Five Spinners Got A Chance; Fast Bowlers Trent Bolt And Colin Join The Team

IND v/s NZ ટેસ્ટ સિરીઝ:ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, પાંચ સ્પિનરને મળી તક; ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ અને કોલિનને આરામ અપાયો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પાંચ સ્પિનર્સને તક આપવામાં આવી છે. આ ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમને સ્થાન આપવામાં આવ્યું નથી. બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં છે, જેના કારણે તેઓ શ્રેણીમાં પ્રવેશી શકશે નહીં. બોલ્ટે T-20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 3 વિકેટ ઝડપી હતી.

T-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડે ભારતનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ T-20 મેચો સાથે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. 2 મેચોની ટેસ્ટ શ્રેણી 25 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો એક ભાગ છે. પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બર દરમિયાન કાનપુરમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે. T20 મેચ 17, 19 અને 21 નવેમ્બરે રમાશે.

ડાબોડી સ્પિનર ​​રચિન રવિન્દ્ર શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે
ન્યૂઝીલેન્ડે 15 સભ્યોની ટીમમાં 5 સ્પિન બોલર્સને તક આપી છે. એજાઝ પટેલ, વિલ સોમરવિલે અને મિશેલ સેન્ટનરની ત્રિપુટી તેનું નેતૃત્વ કરશે. આ સિવાય રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ પણ તેને સપોર્ટ કરશે. જ્યારે ફાસ્ટ બોલિંગ માટે ટિમ સાઉદી, નીલ વેગનર અને કાઈલ જેમિસનની પસંદગી કરાઈ છે. ગ્લેન ફિલિપ્સને ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર ટેસ્ટ રમી હતી.

બાંગ્લાદેશ સામેની T-20 સિરીઝથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર રચિન રવિન્દ્ર ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કરી શકે છે. એજાઝ પટેલ અને વિલ સોમરવિલે ટેસ્ટમાં સાથે મળીને સારો દેખાવ કર્યો છે. બંનેએ મળીને ત્રણ ટેસ્ટમાં 28 વિકેટ ઝડપી છે. તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામે સારો દેખાવ કર્યો હતો. ટેસ્ટ ટીમમાં સામેલ ખેલાડીઓ 8 નવેમ્બરે ભારત જવા રવાના થશે.

ન્યૂઝીલેન્ડની 15 સભ્યોની ટેસ્ટ ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ડેવોન કોનવે, કાઈલ જેમિસન, ટોમ લેથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, વિલ સોમરવિલે, ટિમ સાઉદી, રોસ ટેલર, વિલ યંગ, નીલ વેગનર

અન્ય સમાચારો પણ છે...