તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:ન્યૂઝીલેન્ડને પિચને કારણે ફાયદો, તેના ફાસ્ટ બોલરો વિરુદ્ધ આપણા 5 બેટ્સમેનની સરેરાશ 50થી પણ ઓછી

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શુક્રવારે પસંદ થયેલી ટીમમાં વધુ આશ્ચર્ય જગાડનારા નામ નથી

વર્ષ 1996ના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જ્યારે ભારતીય ટીમ પસંદ કરાઈ હતી તો ગુંડપ્પા વિશ્વનાથની પસંદગી સમિતિએ સૌને ચોંકાવી દીધા હતા. પ્રવાસના પ્રથમ હાફ માટે ટીમમાં ચાર સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરને પસંદ કર્યા હતા, જેમાં એક સ્પિનર સુનીલ જોશી પણ હતા. હવે 25 વર્ષ પછી જોશી પણ પસંદગીકાર છે. આ ટીમમાં ચાર સ્પિનર છે, પરંતુ ફાસ્ટ બોલર 6 અને સ્ટેન્ડબાયમાં પણ ત્રણ ફાસ્ટ બોલર. શુક્રવારે જે ટીમ પસંદ કરાઈ તેમાં આશ્ચર્ય જગાડતા નામ સામેલ ન હતા.

ખેલાડીઓને પ્રદર્શનના આધારે પસંદ કરાયા છે. જો તમામ ખેલાડી ફોર્મમાં રહે છે તો ઘણા સમટ પછી ટીમ સંપૂર્ણ સ્ટ્રેન્થ સાથે મેદાન પર ઉતરશે. પૃથ્વી શો, ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યાની પસંદગી ન થવાની થોડી ટીકા થઈ રહી છે. શો ફોર્મમાં છે, પરંતુ તેણે પોતાની ફિટનેસ અને ફીલ્ડિંગ પર કામ કરવાની જરૂર છે. ભૂવી સતત ઈજાગ્રસ્ત રહે છે. હાર્દિકનું ઓલરાઉન્ડ પ્રદર્શન ભારત માટે આશાનું કિરણ હતું. અક્ષરના ટીમમાં આવવાથી કુલદીપ બહાર થઈ ગયો છે.

તાજેતરના સમયમાં શુભમન ગિલનું બેટ શાંત રહ્યું છે, પરંતુ છેલ્લા પ્રદર્શનના આધારે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. મધ્યમક્રમ માટે બેક-અપ પસંદ કરાયો નથી. ગિલ અને કે.એલ. રાહુલ મધ્યમ ક્રમમાં બેટિંગ કરી શકે છે. જોકે નિયમિત બેટ્સમેન હોવો જરૂરી હતો. 2011, 2014 અને 2018માં ભારત માટે ઈંગ્લેન્ડ પ્રવાસ ખરાબ સ્વપ્ન જેવો રહ્યો હતો. 2007માં ટીમ ત્યાં સિરીઝ જીતી હતી. એ ટીમમાંથી માત્ર ઈશાંત અત્યારે ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પહેલા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે.

ન્યૂઝીલેન્ડ ફાઈનલથી પહેલા ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ પણ રમશે
ન્યૂઝીલેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમશે. જેથી તેને પરિસ્થિતિમાં સેટ થવાની તક મળશે. ઈંગ્લેન્ડની પિચો કેટલીક હદ સુધી ન્યૂઝીલેન્ડ જેવી જ હોય છે, જેમાં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગ મળે છે. ભારત છેલ્લે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 2-0થી હાર્યું હતું. તેમની પાસે બોલ્ટ, સાઉદી, વેગનર અને જેમિસન જેવા ટોપ ફાસ્ટ બોલર છે. તેમની ટીમમાં ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અનુસાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પણ છે. ડાબોડી ફાસ્ટ બોલર સામે તૈયારી કરવા જ ભારતીય ટીમના સ્ટેન્ડ-બાય ખેલાડીમાં ગુજરાતના ફાસ્ટ બોલર અરજાન નગવાસવાલાને સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...