આઈપીએલની તૈયારી:ખેલાડીઓની પસંદગી માટે નવી ટીમોને 14 દિવસ જેટલો સમય મળી શકે છે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈપીએલઃ બેંગલુરુમાં 12-13 ફેબ્રુઆરીએ મેગા હરાજી થશે

આઈપીએલની નવી સિઝનની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ કમિટીએ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. આઈપીએલની 15મી સિઝનમાં સામેલ થનાર 2 નવી સિઝનને ખેલાડીઓની પસંદગી માટે 10 થી 14 દિવસનો સમય મળશે. આ દરમિયાન બંને ટીમોએ 3-3 ખેલાડીઓની પસંદગી કરી શકશે અને તેમના નામ હરાજી અગાઉ બોર્ડને આપવાના રહેશે. જુની ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી પહેલા જ બોર્ડને આપી દીધી છે.

આઈપીએલ-15ના આયોજન સ્થળ અંગે ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે,‘અમે ભારતમાં જ આઈપીએલ આયોજન કરવા માગીએ છીએ. પરંતુ અમારે કોરોનાની સ્થિતિ જોવી પડશે.’ જ્યારે મેગા હરાજી બેંગલુરુમાં 12-13 ફેબ્રુઆરીએ થશે.

કોરોનાને કારણે મેગા હરાજીની તારીખ અને સ્થળમાં ફેરફારની અટકળો વહેતી થઈ હતી. જોકે બોર્ડે નિર્ધારીત તારીખે જ મેગા હરાજીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...