- Gujarati News
- Sports
- Cricket
- New Cricket Season And T20 World Cup Could Be Discussed In The Epidemic, Board Secretary Jay Shah Also Called On State Associations
BCCIએ સ્પેશિયલ મીટિંગ બોલાવી:મહામારીમાં નવી ક્રિકેટ સીઝન અને ટી-20 વર્લ્ડ કપ પર થઈ શકે છે ચર્ચા, બોર્ડ સચિવ જય શાહે સ્ટેટ એસોસિયેશન્સને પણ બોલાવ્યા
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આગામી ક્રિકેટ સીઝન અને ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા ટી-20 વર્લ્ડ કપને લઈને સ્પેશિયલ જનરલ મીટિંગ (SMG) બોલાવી છે. આ મીટિંગ 29 માર્ચે વર્ચ્યુઅલી થશે. બોર્ડ સચિવ જય શાહે આના માટે બધાં સ્ટેટ એસોસિએશન્સને પણ બોલાવ્યા છે.
શાહે નોટિસમાં શું લખ્યું?
- શાહે નોટિસમાં લખ્યું છે કે દેશમાં અત્યારે જે મહામારી ચાલી રહી છે એ સ્થિતિમાં આગામી સીઝનમાં ક્રિકેટ અંગે મીટિંગમાં ચર્ચા થશે.
- તમામ એસોસિયેશનને અનુરોધ છે કે આ મીટિંગને જોઈન કરો. આની લિંક થોડા દિવસમાં શેર કરવામાં આવશે.
ભારતના વર્લ્ડ કપ હોસ્ટિંગ પર ખતરો
- જોકે શાહે એમાં ટી-20 વર્લ્ડ કપ અંગે કોઈ સંદર્ભ આપ્યો નથી. મંગળવારે મોડે મોડે બોર્ડે આ નોટિસ મોકલી છે. આ અંગે હજી સુધી બોર્ડના અધિકારીનું નિવેદન આવ્યું નથી, પરંતુ કદાચ આ બેઠકમાં ટી-20 વર્લ્ડ કપ વિશે પણ ચર્ચા થઈ શકે એમ છે.
- આઇપીએલ કોરોનાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી ત્યારથી એની ટી-20 વર્લ્ડ કપ હોસ્ટિંગ માટે ભારત પર તલવાર લટકાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ પણ યુએઈને બેકઅપ માટે વિકલ્પ તરીકે રાખ્યું છે.
- આવી સ્થિતિમાં બોર્ડ એમાંથી પીછેહઠ કરવા માગશે નહીં. મીટિંગમાં આઈપીએલ પર પણ ચર્ચા થઈ શકે છે, પરંતુ એસજીએમ મોટે ભાગે કોઈ એક ગંભીર મુદ્દાને લઈને છે.
બીસીસીઆઈ આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે
કોરોના સમયે ક્રિકેટ કેવી રીતે અને કેટલા દિવસ રમાય?
- ગત સીઝનમાં બોર્ડને કોરોનાને કારણે રણજી ટ્રોફી રદ કરવી પડી હતી. દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ અને અનેક સ્થાનિક ટૂર્નામેન્ટ મુલતવી રાખવી પડી. બીસીસીઆઈને પણ આ કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી.
- આવી સ્થિતિમાં બોર્ડને આ વર્ષે તેની બધી મેચ સુનિશ્ચિત કરવી પડશે, જેથી કોરોનાને કારણે મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
- ઉપરાંત સમયપત્રક એવું હોવું જોઈએ કે ક્રિકેટરોને પણ વિરામ મળી શકે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત બાયો-બબલમાં છે.
કેટલા પૈસા અને કેટલા સ્પોન્સર્સ?
- ઓક્ટોબરમાં સૂચિત ટી -20 વર્લ્ડ કપ માટે પણ બોર્ડે રેવન્યુ જનરેટ કરવાની રહેશે. તાજેતરમાં બીસીસીઆઈ અને સરકાર વચ્ચે વર્લ્ડ કપ માટે ટેક્સ છૂટની માગ પર ચર્ચા કરવામાં આવી હતી.
- જોકે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કેન્દ્ર સરકાર 10% ટેક્સ છૂટ આપે છે, તોપણ બોર્ડને લગભગ 226 કરોડ ચૂકવવા પડશે.
- એ જ સમયે કોઈ છૂટ નહીં મળે તો બીસીસીઆઈને વર્લ્ડ કપ માટે 906 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં બોર્ડે રેવન્યુ પર પણ ધ્યાન આપવું પડશે.
- હાલમાં વિજય હઝારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સહિતના ખેલાડીઓ, કોચ, સ્ટાફ અને ઘરેલુ ટૂર્નામેન્ટમાં સામેલ લોકોને પૈસા આપવાના બાકી છે.
- બોર્ડ આગામી સીઝનમાં આવું કઈ રિપીટ ન થાય એનું ધ્યાન રાખવા માગશે.
ટીવી રાઇટ્સ અને સત્તાવાર ભાગીદારો?
- બીસીસીઆઈએ ટીવી અધિકારો અને તેના સત્તાવાર ભાગીદારોની પણ સંભાળ લેવી પડશે. સ્ટાર તેમજ બોર્ડને કોરોનાના કારણે મુશ્કેલી સહન કરી છે.
- આવી સ્થિતિમાં બોર્ડ આ તમામ મુદ્દાઓ પર રાજ્યનાં સંગઠનો સાથે ચર્ચા કરી શકે છે.