ટીમ ઈન્ડિયા પાસે આજે સિરીઝ જીતવાની તક:ભારતની ધરતી પર આફ્રિકા સામે ભારત ક્યારેય T20 સિરીઝ નથી જીતી, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

2 મહિનો પહેલા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની આજે બીજી મેચ ગુવાહાટીમાં રમાવા જઈ રહી છે. સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. આજની મેચ ભારત માટે ઘણી રીતે મહત્ત્વની છે. ટીમ ઈન્ડિયા ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા વિરુદ્ધ T20 સિરીઝ જીતી શકી નથી. બંન્ને ટીમ વચ્ચે 2015માં પ્રથમ વખત T20 સિરીઝનું આયોજન થયું હતું, જેમાં 0-2થી ભારતને હાર મળી હતી.

ત્યાર બાદ 2019માં યોજાયેલી T20 સિરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી હતી. 2022માં યોજાયેલી સિરીઝમાં 2-2થી બરાબરી કરી હતી. છેલ્લાં 7 વર્ષમાં બન્ને ટીમો વચ્ચે 3 T20 સિરીઝ રમાઈ છે અને ભારતની ટીમ એકપણ વખત સિરીઝ જીતી શકી નથી. ચાલો, તમને પિચ રિપોર્ટ, પ્લેઈંગ ઈલેવન અને આજની મેચનાં કેટલાંક મજેદાર તથ્યો જણાવીએ. તે પહેલાં જાણો શું થયું હતું પ્રથમ મેચમાં...

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, દીપક ચહર, આર. અશ્વિન અને અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા- ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (સી), રિલે રુસો, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, તબારિઝ શમ્સી, કાગિસો રબાડા, એનરિક નોર્ટ્યા, કેશવ મહારાજ

8 વિકેટથી ભારત મેચ જીત્યું
પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી ભારતે હરાવ્યું. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 106 રનનો સ્કોર બનાવી શકી હતી. અર્શદીપ સિંહે ત્રણ, દીપક ચહર અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. એક સફળતા અક્ષર પટેલને મળી.

દીપક ચહર અને અર્શદીપ સિંહે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટ 9 રનમાં પાડી દીધી હતી.
દીપક ચહર અને અર્શદીપ સિંહે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટ 9 રનમાં પાડી દીધી હતી.

ત્યારબાદ ભારતીય ટીમે 16.4 ઓવરમાં 2 વિકેટે 110 રન બનાવવાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો. આફ્રિકાની ટીમે શરૂઆતમાં ભારતની ટીમને બે મોટા ઝટકા આપ્યા હતા. રોહિત શર્મા ખાતું ખોલે તે પહેલાં જ આઉટ થયો હતો. વિરાટ કોહલી 9 બોલમાં 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે બે શરૂઆતી વિકેટો બાદ ભારતીય ટીમની બેટિંગ સંભાળી હતી. સૂર્યાએ ધમાકેદાર બેટિંગ કરતા 33 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151 હતો. તે જ સમયે કેએલ રાહુલે 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

અર્શદીપ સિંહ પ્રથમ T20માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
અર્શદીપ સિંહ પ્રથમ T20માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ગુવાહાટીની પિચ કેવી હશે?
બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટરોને મદદરૂપ માનવામાં આવે છે. શરૂઆતમાં બોલરને મદદ મળી શકે છે, પરંતુ થોડી ઓવર સંભાળીને રમ્યા પછી બેટરને મદદ મળે છે. અત્યાર સુધી સ્ટેડિયમમાં માત્ર બે T20 મુકાબલા થયા છે. 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...