તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Nelson Top 50 Marketable Athletes: Kohli Is The Fourth Most Expensive Player In The IPL And Rohit Is The Eighth Most Successful Captain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:નેલ્સનનો ટોપ-50 માર્કેટેબલ એથ્લિટ પર રિપોર્ટ; IPLનો સૌથી મોંઘો ખેલાડી કોહલી ચોથા અને સૌથી સફળ કેપ્ટન રોહિત 8મા ક્રમે

મુંબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિરાટ કોહલી અને રોહિત શર્મા. - Divya Bhaskar
વિરાટ કોહલી અને રોહિત શર્મા.

આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના મોસ્ટ માર્કેટેબલ એથ્લિટની યાદીમાં ચોથા નંબરે છે. નેલ્સન સ્પોર્ટ્સની આ યાદીમાં ભારતનો વાઈસ કેપ્ટન અને આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા 8મા સ્થાને છે. ટોપ-50માં આ બંને સિવાય એક પણ ભારતીય ખેલાડી કે ક્રિકેટર નથી. વિરાટનો એથ્લિટ ઈન્ફ્લ્યુએન્શર સ્કોર 109 અને રોહિતનો 103 છે. સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો લિયોનલ મેસી પ્રથમ નંબરે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા નબરે છે. સેરેના વિલિયમ્સ, મારિયા શારાપોવા અને અમેરિકન પ્રોફેશનલ બોક્સર ફ્લાઈડ મેવેદર આ યાદીમાં નથી.

ટોપ-50માં 17 મહિલા એથ્લિટ, પરંતુ ટોપ-10માં માત્ર એક

રેન્કખેલાડીરમતઈન્ફ્લ્યુએન્શર સ્કોર
5આન્દ્રેસ્કૂટેનિસ107
14સિમોન બાઈલ્સજિમ્નાસ્ટિક્સ95
17એલેક્સ મોર્ગનફૂટબોલ92
18કોકો ગોફટેનિસ92
22એશર-સ્મિથસ્પ્રિન્ટર86

ટોપ-10થી બહાર પ્રમુખ ખેલાડી, ફેડરર ટોચના 30માં પણ નહીં

રેન્કખેલાડીરમતઈન્ફ્લ્યુએન્શર સ્કોર
20લેવાનડોસ્કીફૂટબોલ87
21હેમિલ્ટનમોટરસ્પોર્ટ્સ87
25મેગન રેપિનોફૂટબોલ83
28રાફેલ નડાલટેનિસ79
35ફેડરરટેનિસ72

લિસ્ટમાં 16 રમતોના એથ્લિટ

રમતએથ્લિટ
ફૂટબોલ15
બાસ્કેટબોલ7
ટેનિસ3
 • 43 વર્ષનો અમેરિકન ફૂટબોલર ટોમ બ્રેડી સૌથી વધુ ઉંમરનો.
 • 12 વર્ષનો સ્કેટબોર્ડર સ્કાય બ્રાઉન સૌથી યુવાન.
 • 25 દેશના ખેલાડી છે મોસ્ટ માર્કેટેબલ 50 ખેલાડીમાં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો