ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝની સાથે WTC-2ની બીજી સાઇકલ પણ શરૂ થવાની હોવાથી ઈન્ડિયન ટીમે પ્રેક્ટિસ મેચ રમવાનો નિર્ણય કર્યો હતો. જેની પહેલી મેચમાં ઈન્ડિયન ટીમના કેટલાક ખેલાડી કાઉન્ટી-11ની ટીમમાંથી રમી રહ્યા હતા. તેવામાં સિરાજ અને સુંદર અલગ-અલગ ટીમમાં હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જોકે આ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. ઈન્ડિયન ટીમે 192/3ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી, જેના જવાબમાં કાઉન્ટી XIએ વિના વિકેટે 31 રન બનાવ્યા હતા.
મોહમ્મદ સિરાજે સુંદરને આઉટ કર્યા પછી ઊગ્ર પ્રતિક્રિયા આપી
વોશિંગ્ટન સુંદર કાઉન્ટી XI તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મોહમ્મદ સિરાજે પણ આ તકનો લાભ ઉઠાવી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિરાજે પ્રોપર લેન્થથી સુંદરને ચોંકાવીને આઉટ કરતા માહોલ ગરમાયો હતો. મોહમ્મદ સિરાજ એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે એણે વોશિંગ્ટન સુંદર આઉટ થઈ ગયો હોવા છતા સ્લેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. વોશિંગ્ટન સુંદર 7 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં સિરાજ અને સુંદરનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
યૂઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી, કહ્યું- દોસ્ત...દોસ્ત ના રહ્યો
સિરાજનું સ્લેજિંગ જોઇને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સ એક્ટિવ થઈ ગયા હતા. એક યૂઝરે આ મુદ્દે લખ્યું હતું કે આવું 4 મહિનામાં બીજીવાર થયું છે, જ્યારે મોહમ્મદ સિરાજે સુંદરને રન કરતા અટકાવ્યો છે. બીજા એક યૂઝરે લખ્યું હતું કે દોસ્ત....દોસ્ત નથી રહ્યો.
રોહિત-પુજારા ફેલ...મયંક-હનુમા પણ જલદી આઉટ
પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી નહોતી. ઓપનર્સ રોહિત (9 રન) અને મયંક અગ્રવાલ (28 રન) કરી જલદી આઉટ થઈ ગયા હતા. વળી, ચેતેશ્વર પુજારા પણ 21 રનની ઈનિંગ રમીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. હનુમા વિહારી 24 રન બનાવી આઉટ થયો. 107 રન પર ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી કે.એલ.રાહુલ અને જાડેજાએ 5મી વિકેટ માટે 127 રનની પાર્ટનરશિપ કરી.
કે.એલ.રાહુલે 101 રન બનાવ્યા
તમને જણાવી દઇએ કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં કે.એલ.રાહુલના 101 અને રવીન્દ્ર જાડેજાએ 75 રનની ઈનિંગની સહાયતાથી 311 રન બનાવ્યા હતા.
ઈન્ડિયન ટીમ માટે પ્રેક્ટિસ મેચ મહત્ત્વપૂર્ણ
ટીમ ઈન્ડિયા માટે આ પ્રેક્ટિસ મેચ મહત્ત્વપૂર્ણ છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ઈન્ડિયન ટીમને એકપણ પ્રેક્ટિસ મેચ રમવાની તક નહોતી મળી. જેનું પરિણામ એ આવ્યું કે ઈન્ડિયન ટીમ મેચ હારી ગઈ. જેથી WTC-2ની શરૂઆત પહેલા કોહલી અને શાસ્ત્રીએ પ્રેક્ટિસ મેચની માગ કરી હતી.
ઈન્ડિયન ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
કાઉન્ટી XI સ્કવૉડઃ જેક ચેપલ, જેક લિબ્બી, વિલ રોડ્સ (કેપ્ટન), લિંડન જેમ્સ, જેમ્સ રિયૂ (વિકેટકીપર), લિયમ પૈયરસન, જૈક કાર્સન, ક્રેગ માઇલ્સ, આવેશ ખાન, વોશિંગ્ટન સુંદર, ઇથન બાંબર, રેહાન અહેમદ, હસીબ હમીદ, જેમ્સ બ્રેસી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.