WPLમાં યુપી વોરિયર્સ (UPW)ની બેટર કિરણ નવગિરેએ રવિવારે ગુજરાત જાયન્ટ્સની સામે ફિફ્ટી ફટકારીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવગિરેએ 43 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. જેટલી ચર્ચા નવગિરેની આ ઇનિંગ થાય છે, તેનાથી વધુ ચર્ચા તેના બેટની થઈ રહી છે.
મેચ દરમિયાન ડ્રોન કેમેરાએ જ્યારે નવગિરેના બેટ પર ફોકસ કર્યું, તો તેના પર લખ્યું હતું...MSD અને 07...એટલે કે મહેન્દ્ર સિંહ ધોની.
પહેલા આનો ફોટો જોઈ લો...
વોરિયર્સે 30 લાખમાં ટીમમાં સામેલ કરી, સ્પોન્સર ના મળ્યા, તો બેટ પર MSD લખી નાખ્યું
મહારાષ્ટ્રના સોલાપુરમાં જન્મેલી કિરણ નવગિરે વુમન્સ પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ માટે રમી રહી છે. ઓક્શનમાં ફ્રેન્ચાઇઝે તેને બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયામાં ખરીદી હતી. તે મહારાષ્ટ્રથી છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તે નાગાલેન્ડ તરફથી રમે છે.
રિપોર્ટ્સ પ્રમાણે, નવગિરેને કોઈ સ્પોન્સર નહોતું મળ્યું. આ જ કારણથી તેના બેટ પર કોઈ કંપનીનું પ્રમોશનલ ટેગ નથી. નવગિરેએ ધોનીનું નામ લખીને બેટિંગ કરી હતી. WPL શરૂ થયા પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં નવગિરેએ કહ્યું હતું કે 'મેં ધોનીને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે.'
ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી, સોશિયલ મીડિયા પર પણ ધોનીનો ફોટો
નવગિરેએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'જ્યારે ધોનીએ 2011માં ભારતને વર્લ્ડ કપ જિતાડ્યો હતો, ત્યારથી જ હું તેમને ફોલો કરું છું. મને ખબર નહોતી કે વુમન્સ ક્રિકેટ જેવી પણ કોઈ વસ્તું હોય છે. હું તો ગામના છોકરાઓ સાથે આમ જ ક્રિકેટ રમતી હતી. આ પછી જ મને આ સ્પોર્ટ પ્રત્યે લગાવ થયો હતો.'
નવગિરે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેણે પોતાની પ્રોફાઇલ પિક્ચરમાં એમ.એસ.ધોનીનો ફોટો લગાવી રાખ્યો છે. નવગિરેના ઇન્સ્ટાગ્રામ પર 4500થી પણ વધુ ફોલોઅર્સ છે.
3 વિકેટ પાવરપ્લેમાં ગુમાવી, ત્યારે નવગિરેએ યુપીની ઇનિંગને સંભાળી
ગુજરાત જાયન્ટ્સે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યુપી વોરિયર્સની ટીમે પાવરપ્લે માં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કિરણ નવગિરેએ અહીંથી જ ટીમની ઇનિંગને સંભાળી હતી અને 53 રન બનાવ્યા હતા. નવગિરે પછી ગ્રેસ હેરિસે 59* રન અને એક્લેસ્ટને 22* રનની તોફાની બેટિંગ કરીને મેચ પલટાવીને જીત અપાવી હતી. આ જીતમાં નવગિરેએ 53 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી.
જેવલિનમાં ગોલ્ડ, 150 પ્લસ સ્કોર કરનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર
રિપોર્ટ્સ પ્રમાણે, નવગીરેએ જ્યારે યુનિવર્સિટી મેચમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા ત્યારે એક કોચની નજર પડી હતી. આ તેણે માત્ર લગાવના કારણે તે ક્રિકેટ રમતી હતી. કારણ કે તે પ્રોફેશનલ ક્રિકેટ રમવા માગતી નહોતી. જોકે, કોચે તેને મદદ કરી અને તે આગળ વધી.
નવગીરે યુનિવર્સિટી લેવલ પર જેવલિનમાં ગોલ્ડ જીત્યો છે. ડોમેસ્ટિક T20 ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 162 રનની ઇનિંગ રમી છે. આ કોઈપણ ભારતીય ક્રિકેટરનો સર્વોચ્ચ સ્કોર છે. ગયા વર્ષે, નવગીરે T20 ચેલેન્જ ટ્રોફીમાં વેલોસિટી માટે બેટિંગની શરૂઆત કરી હતી. ટ્રેલ બ્લેઝર્સ સામે 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
નવગીરે સપ્ટેમ્બર 2022માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામે તેની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે ડેબ્યૂમાં 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.