વિરાટ-ગાંગુલીના ફેન્સ ઝઘડ્યા:દાદાના સમર્થકોએ કહ્યું- દેશ તમારી પડખે ઊભો છે, કોહલીના ફેન્સે કહ્યું- વિરાટનું અપમાન હિન્દુસ્તાન સહન નહીં કરે

એક મહિનો પહેલા

વિરાટ કોહલીને જ્યારથી વન-ડેના કેપ્ટનપદેથી હટાવાયો છે ત્યારથી ઈન્ડિયન ક્રિકેટમાં વિવિધ વિવાદો સામે આવ્યા છે. એમાં કોહલી અને ગાંગુલી વચ્ચે આંતરિક વિવાદની ચર્ચાઓ હવે જાહેર થઈ રહી છે, જેથી ફેન્સ પણ એકબીજાની સામે આવી ગયા છે.

સૌરવ ગાંગુલીના એક ફેને ફોટો શેર કરી લખ્યું કે જે કંઈપણ વિવાદ હોય હું દાદાનો ફેન છું અને હર હંમેશ તેમને સપોર્ટ કરતો રહીશ. આખો દેશ ગાંગુલી સાથે ઊભો છે.

ગાંગુલીના ફેન્સે વધુ એક ટ્વીટ કરી લખ્યું કે જેણે ભારતને સેહવાગ, યુવરાજ, ઝહીર અને હરભજન જેવા ખેલાડી આપ્યા એ દિગ્ગજની સાથે આજે સમગ્ર દેશ ઊભો છે.

ગાંગુલીના ફેનના જવાબમાં કોહલીના સમર્થકો બોલ્યા કે વિરાટ ઈન્ડિયન ક્રિકેટનો સિંહ છે. આખું વિશ્વ તેની સાથે ઊભું છે.

BCCI કોહલી અંગે નિર્ણય લેશે
ગુરુવારે ગાંગુલી સાથે પત્રકારોએ દક્ષિણ આફ્રિકા ટૂર પછી વિરાટ વિરુદ્ધ કેવી કાર્યવાહી હાથ ધરશો? એ મુદ્દે સવાલ કરાયા હતા, જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતું કે મારે કંઈ જ નથી કરવું, આ BCCIનો મુદ્દો છે અને તે સમાધાન કરશે. અમે આને વધુ લાંબો ખેંચવા માગતા નથી. મારે આ અંગે કંઈ જ નથી કહેવું.

2 દિવસ પહેલાં પણ પત્રકારોએ ગાંગુલીને કોહલી મુદ્દે કહ્યું હતું તો ત્યારે પણ તેણે એમ જ કહ્યું હતું કે BCCI આ અંગે કાર્યવાહી કરશે.

અત્યારસુધી શું થયું?
BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રોહિત શર્માને વન-ડે અને T20 ટીમના કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. વિરાટ વન-ડેની કેપ્ટનશિપ છોડવા માગતો નહોતો. આ મુદ્દે ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડે તેમને સપ્ટેમ્બરમાં જ કહ્યું હતું કે તે T20 કેપ્ટનશિપ છોડશે તો વન-ડેમાં કેપ્ટન તરીકે તેને રાખવો મુશ્કેલ રહેશે. તેથી વિરાટ T20 કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળતો રહે.

ગાંગુલીના જણાવ્યા પ્રમાણે, વિરાટે આમ કરવાની ના પાડી દીધી અને પછી BCCI પાસે વિરાટને વન-ડે કેપ્ટનશિપમાંથી હટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...