તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:યુવીએ કહ્યું- 2019 વર્લ્ડ કપમાં સિલેક્શન વખતે મારા નામ પર વિચાર કરવામાં નહિ આવે, આ વાત ધોનીએ પહેલા જ કહી દીધી હતી

એક વર્ષ પહેલા
ધોનીએ 2008માં રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે મેચ જીત્યા પછી યુવરાજને બાઇક પર ફરાવ્યો હતો.
 • ભારતીય ટીમે 2011 વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ મેન ઓફ ધ સીરિઝ હતો, તે પોતાની છેલ્લી વનડે 2017માં રમ્યો હતો
 • 2019 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી હતી
 • યુવરાજે કહ્યું, કોહલીના સપોર્ટ વગર મારુ કમબેક ન થયું હોત

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 2019ના વર્લ્ડ કપમાં તેની પસંદગી ન થવા અંગે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ મને પહેલેથી જ કહ્યું હતું કે પસંદગી દરમિયાન મારા નામ પર વિચાર કરવામાં આવશે નહીં. યુવરાજે તેની છેલ્લી વનડે મેચ 2017માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર રમી હતી. તેણે 2019માં નિવૃત્તિ લીધી હતી.

યુવરાજે કહ્યું, 'જ્યારે હું પાછો આવ્યો ત્યારે વિરાટ કોહલીએ મને સપોર્ટ કર્યો હતો. જો તેણે મને સપોર્ટ ન કર્યો હોત તો મારુ કમબેક ન થયું હોત. બીજી તરફ ધોનીએ 2019ના વર્લ્ડ કપ અંગે મને સાચી તસવીર બતાવી હતી. તેણે મને કહ્યું કે, સિલકેટર્સ તારા નામ વિશે વિચાર કરી રહ્યા નથી. મેં તારા માટે એ બધું કર્યું જે હું કરી શકતો હતો.

2011 વર્લ્ડ કપ સુધી ધોનીને મારા પર ભરોસો હતો

 • યુવીએ કહ્યું, 'ધોનીએ 2011ના વર્લ્ડ કપ સુધી મારા પર પૂરો વિશ્વાસ રાખ્યો હતો અને મને કહેતો હતો કે તું મારા મુખ્ય ખેલાડી છો.
 • ત્યારબાદ હું બીમાર પડ્યો હતો, વાપસી કરી ત્યારે રમત ઘણી બદલાઈ ગઈ હતી અને ટીમમાં ઘણું બધું થઈ ગયું હતું.
 • તેથી જ્યારે 2015ના વર્લ્ડ કપની વાત છે તો તમે કોઈપણ વસ્તુ પર વાત કરી શકતા નથી.
 • હું સમજી ગયો હતો કે ક્યારેક એક કેપ્ટન તરીકે તમે બધી વસ્તુઓનો જવાબ આપી શકતા નથી. કારણકે અંતે તમારે તમારી ટીમના પ્રદર્શન પર ધ્યાન આપવાનું હોય છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં યુવીનું પ્રદર્શન સારું નહોતું

 • યુવરાજે તેની છેલ્લી વનડે મેચ 2017માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર રમી હતી. આ અગાઉ તેણે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ સામેની વનડેમાં 150 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી.
 • યુવરાજે 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમી હતી, પરંતુ તેનું પ્રદર્શન સારું નહોતું. તેણે પાકિસ્તાન સામે 53 રન બનાવ્યા હતા.

યુવરાજે 17 સદી મારી છે

 • યુવરાજે 40 ટેસ્ટની 62 ઇનિંગ્સમાં 33.92ની એવરેજથી 1900 રન બનાવ્યા છે. તેમાં 3 સદી અને 11 ફિફટી પણ છે.
 • તેણે 304 વનડેની 278 ઇનિંગ્સમાં 36.55ની સરેરાશથી 8701 રન બનાવ્યા. વનડેમાં તેણે 14 સેન્ચુરી અને 52 ફટકારી મારી છે.
 • યુવરાજે 58 T-20માં 28.02ની સરેરાશથી 1177 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 9, વનડેમાં 111 અને T-20માં 28 વિકેટ ઝડપી છે.

માતા અને પત્ની સાથે નિવૃત્તિ વિશે વાત કરી હતી

 • નિવૃત્તિ સમયે યુવરાજે કહ્યું હતું કે, 'હું 2 વર્ષથી નિવૃત્તિ પર માતા અને પત્ની સાથે વાત કરતો હતો.
 • તેણે કહ્યું કે, મારા પિતાને મારા નિવૃત્તિ લેવાના નિર્ણયથી કોઈ મુશ્કેલી નહોતી થઈ.