વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે ટૂર્નામેન્ટની બીજી ડબલ હેડર છે. મુંબઈની ટીમ અને યુપી વોરિયર્સ વચ્ચે મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં યુપી વોરિયર્સને 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેઓએ 3 બોલ રાખીને 5 વિકેટે ચેઝ કરી લીધો હતો. આ સાથે જ મુંબઈ ટૂર્નામેન્ટમાં પહેલીવાર હારી છે. શરૂઆતમાં ટીમની 3 વિકેટ પડી ગઈ હતી. આ પછી તાહિલીયા મેક્ગ્રા અને ગ્રેસ હેરિસે ટીમની ઇનિંગને સંભાળી હતી. તાહિલીયા મેક્ગ્રાએ 25 બોલમાં 38 રન કર્યા હતા. જ્યારે ગ્રેસ હેરિસે 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. અંતમાં જ્યારે 4 બોલમાં 5 રનની જરૂર હતી, ત્યારે સોફી એક્લેસ્ટને છગ્ગો ફટકારીને ટીમને જિતાડી દીધી હતી. સોફી એક્લેસ્ટને 17 બોલમાં 16* રન બનાવ્યા હતા. ઉપરાંત બોલિંગમાં પણ 3 વિકેટ ઝડપી હતી. મુંબઈ તરફથી અમીલિયા કેરે 2 વિકેટ લીધી હતી. તો નેતાલી સીવર બ્રન્ટ, હેલી મેથ્યૂઝ અને ઇસાબેલ વોંગને 1-1 વિકેટ મળી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ...
મુંબઈની ટીમ 20 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં ઓલઆઉટ થઈ છે. સોફી એક્લેસ્ટને 3 વિકેટ ઝડપી હતી. તો રાજેશ્વરી ગાયકવાડ અને દીપ્તિ શર્માને 2-2 વિકેટ મળી હતી. તો અંજલી સર્વનીને 1 વિકેટ મળી હતી. મુંબઈ તરફથી સૌથી વધુ હેલી મેથ્યૂઝે 35 રન કર્યા હતા. તો ઇસાબેલ વોંગે 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 25 રન કર્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, હુમૈરા કાઝી, ધરા ગુજ્જર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમની કલિતા અને સાઇકા ઈશાક.
યુપી વોરિયર્સ (UPW): એલિસા હીલી (કેપ્ટન), દેવિકા વૈધ, કિરણ નવગિરે, ગ્રેસ હેરિસ, તાહિલીયા મેક્ગ્રા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટન, દીપ્તિ શર્મા, પાર્શ્વી ચોપરા, અંજલી સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.
પ્લેઑફમાં આવવા માટે યુપી માટે જીત જરૂરી
યુપી વોરિયર્સે ટૂર્નામેન્ટમાં 5 મેચ રમી છે, જેમાં તેઓએ ગુજરાત અને બેંગ્લોર સામે જીત મળી છે. તો દિલ્હી, બેંગ્લોર અને મુંબઈ સામે હાર મળઈ છે. યુપીની 2 જીત પછી 5 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
આજની મેચ જીતવા પર યુપીની સ્થિતિ પોઇન્ટ્સ ટેબલમાં મજબૂત બની જશે. તો હારવા પર ટીમની સ્થિતિ નબળી પડી જશે.
મુંબઈએ અગાઉ જ ક્વોલિફાય કરી લીધું છે
યુપી જ્યાં પ્લેઑફમાં જગ્યા બનાવવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે મુંબઈની ટીમ નોકઆઉટ સ્ટેજમાં અગાઉથી જ જગ્યા બનાવી લીધી છે. ટીમે 5 મેચ રમીને પાંચેય મેચમાં જીત મેળવી છે. ત્યારે તેઓ 10 પોઇન્ટ્સ સાથે ટૉપ પર છે. WPLના પ્લેઑફમાં 3 ટીમ પહોંચશે, ટૉપ પર રહેનારી ટીમ ફાઈનલમાં જશે, જ્યારે બીજા અને ત્રીજા નંબરે રહેનારી ટીમ એલિમિનેટર રમશે. જ્યાં જીતનારી ટીમ ફાઈનલમાં જશે.
તેવામાં મુંબઈની ટીમ વધુમાં વધુ મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર રહીને સીધી ફાઈનલ રમવા ઇચ્છશે. મુંબઈ પછી દિલ્હી કેપિટલ્સે 6 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ્સની સાથે બીજા નંબરે છે.
મુંબઈએ 8 વિકેટે જીતી લીધી મેચ
બન્ને ટીમ વચ્ચે આ બીજીવાર મેચ રમાઈ રહી છે. ગત વખતે 10 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં બન્ને વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પહેલા બેટિંગ કરતા યુપીએ 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 2 વિકેટે 17.3 ઓવરમાં જ આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ત્યારે હરમનપ્રીત કૌર, નેતાલી સીવર બ્રન્ટ, યાસ્તિકા ભાટિયા અને સાઇખા ઈશાકે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પિચ રિપોર્ટ
ડી વાય પાટીલ સ્ટેડિયમની પિચ શરૂઆતમાં બેટિંગ માટે અનુકુળ હતી. પરંતુ હવે અહીં રન બનાવવામાં મુશ્કેલી પડે છે. 138 રન આ ગ્રાઉન્ડ પર એવરેજ સ્કોર રહ્યો છે. બેટર્સની સાથે અહીં ફાસ્ટ બોલર્સ મહત્ત્વનો રોલ નિભાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.