ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ કેવી રીતે જીતી?...જુઓ વ્યુહરચના:7 ખેલાડીઓના ટીમમાં એકથી વધુ રોલ, ભારત પાસે માત્ર 2 ઓલરાઉન્ડર

15 દિવસ પહેલા

ઈંગ્લેન્ડ 2022 T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની. જોસ બટલર અને તેમની કેપ્ટનશીપ હેઠળની ટીમે પાકિસ્તાન અને ભારત જેવી મજબૂત ટીમને હરાવી. સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડના 11 ખેલાડીઓ મેદાને ઉતર્યા હતા, પરંતુ તે 18 ખેલાડી બરાબર હતા. ટીમના 7 ખેલાડી એવા હતા, જેમના એક કરતા વધારે રોલ હતા.

પહેલા ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન અને તેમના ખેલાડીઓના રોલ જુઓ...

7 વર્ષ પહેલા મળેલી હારથી બોધપાઠ લીધો
2015 વન-ડે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપ પહેલા રાઉન્ડથી બહાર થઈ ગઈ હતી. ત્યાર પછી આ ટીમની કાયાપલટ થઈ. આ ટીમ 2015 પછી 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. 2015માં આ ટીમના કેપ્ટન ઓઇન મોર્ગન હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)એ પોતાની ટીમને નવું સ્વરૂપ આપવા નક્કી કર્યું.

મોર્ગન અને ECBનું આ અભિયાન રંગ લાવ્યું અને 2016માં ભારતમાં રમાયેલ T20 વિશ્વ કપમાં ઈંગ્લેન્ડે ફાઈનલમાં પ્રવેશ કર્યો. તે સમયે ફાઈનલ જીતી ભલે ન શક્યું, પરંતુ ફાઈનલ રમી જરૂર. 2017માં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં સેમિફાઈનલમાં પહોંચી. ત્યારપછી 2019માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને હરાવી પહેલી વખત વનડે વર્લ્ડ કપ જીત્યો.

આ સફર દરમિયાન ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ બદલાઈ ગઈ. ટીમ પાસે 5થી વધારે ખેલાડીઓ હતા, જે બેટિંગ અને બોલિંગ બંને કરતા હતા. 2022નો વર્લ્ડ કપ શરૂ થતા પહેલા ટીમનું પ્રદર્શન સારું રહ્યું નહતું. આયર્લેન્ડ વિરુદ્ધ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમે જે વાપસી કરી તેને દુનિયાએ પણ જોઈ.

14-15 ખેલાડીઓ 18 ખેલાડીઓને કેવી રીતે હરાવી શકે છે...

સેમિફાઈનલ અને ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટીમો અને તેમના ખેલાડીઓની ભૂમિકા જુઓ...

હવે જાણીએ ઈંગ્લેન્ડ ટીમ કેવી રીતે આક્રામક રમી શકે છે
ઈંગ્લેન્ડની ટીમ આક્રામક રમી શકે છે, કારણકે તેમના ખેલાડીઓને ભરોષો હોય છે કે ટીમની બેટિંગ અને બોલિંગમાં વધારે વિકલ્પ છે. એક નાના ઉદાહરણથી સમજીએ

ઈંગ્લેન્ડની પાસે આ વર્લ્ડ કપમાં જોસ બટલર અને એલેક્સ હેલ્સના રૂપમાં આક્રામક ઓપનર હતા. પાવરપ્લેમાં બંને શાનદાર રમતા હતા. શરૂઆતી 6 ઓવરમાં જ 60થી 70 રન બનાવી લેતા હતા. પાકિસ્તાન ખિલાફ ફાઈનલમાં હેલ્સ આઉટ થયા પછી બટલરે 17 બોલમાં 26 રન બનાવ્યા.

બંને ઓપનાર આઉટ થયા પછી આવનાર બેટર ફિલ્ટ સોલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક્સ, લિયામ લિવિંગસ્ટન, મોઈન અલી, ક્રિસ વોક્સ અને સૈમ કરન હતા. મોટા શોટ રમવામાં આ તમામ સક્ષમ હતા.

તેથી જ ઈંગ્લેન્ડના ખેલાડીઓ આક્રમક અને ડર્યા વિના રમે છે. ભારત અને પાકિસ્તાનની ટીમમાં આવું નથી. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના ઓપનર ડિફેન્સિવ જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલના પાવરપ્લેમાં માત્ર 38 રન બનાવી શકી હતી. સમગ્ર વિશ્વ કપ દરમિયાન, ભારતીય ઓપનરોએ પાવરપ્લેમાં 100થી ઓછી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પાવરપ્લેમાં લગભગ 95 રન બનાવ્યા હતા જ્યારે લોકેશ રાહુલે 90ની આસપાસ સ્ટ્રાઈક રેટ સાથે સ્કોર કર્યો હતો.

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને બાદ કરતા ભારતીય ટીમમાં 150થી વધુની સ્ટ્રાઈક રેટ અને પહેલી બોલથી આક્રામક રમનાર એક પણ ખેલાડીઓ નજર નથી આવતા. પાકિસ્તાનમાં પણ કંઈક આવું જ છે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહેમદ અને શાન મસૂદ. આ તમામ પહેલા બોલથી મોટા શોટ નથી રમતા. પિચનો અંદાજ લગાવવા તેમને 10 બોલથી વધારે બોલ રમવાની જરૂર પડે છે.

બોલિંગમાં પણ આ જ સમસ્યા
ઈંગ્લેન્ડ પાસે બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન અને આદિલ રશીદના રૂપમાં 7 બોલિંગ વિકલ્પો હતા. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન પાસે આ ન હતું. આ બંને ટીમો 5 થી 6 બોલિંગ વિકલ્પો સાથે આવી હતી.

પૂર્વ ક્રિકેટરો પણ આ જ ઈચ્છતા હતા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ આ વિશે એક ચેનલમાં પોતાની વાત કરી. કુંબલે એ કહ્યું- T20 વર્લ્ડ કપમાં આ વર્ષની વિજેતા ટીમ અને ગયા વખતની વિજેતા બનેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પર નજર કરીએ તો ટીમમાં ઓલરાઉન્ડર્સની ખોટ વર્તાઈ હતી. ઈંગ્લેન્ડ ટીમમાં 7માં નંબરે લિવિંગ્સટોન બેટિંગ કરવા આવે છે. ઓસ્ટ્રેલિયામાં માર્કસ સ્ટોઈનિસ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવે છે. ભારતને આ ટીમ પાસેથી શીખવાની જરૂર છે.

પાકિસ્તાન ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સામે હારી ગયું હતું
આ વર્લ્ડ કપમાં નાની ટીમોએ ઘણા અપસેટ કર્યા હતા. સૌથી મોટો અપસેટ ઝિમ્બાબ્વેનો હતો જેણે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં પણ એવા ખેલાડીએ મેચ બદલી નાખી, જે બેટિંગની સાથે બોલિંગ પણ કરે છે. આ મેચમાં સિકંદર રઝા પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી.

રઝાએ 66 મેચમાં 1259 રન બનાવ્યા છે. આ સાથે તેણે 36 વિકેટ પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...