તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેપ્ટન કૂલની ઈન્ડિયન ક્રિકેટને ગિફ્ટ:ધોનીની પારખી નજરે રોહિત-વિરાટ સહિત ઘણા 'સુપર સ્ટાર્સ'ને ઓળખ્યા, જાણો આવા જ કેટલાક ખેલાડીઓ વિશે

24 દિવસ પહેલા
  • ધોનીએ અશ્વિનને કેરમ બોલ ફેંકવાની સલાહ આપી, જે તેના કરિયરની 'ગેમ ચેન્જર' સાબિત થઈ હતી

મહેન્દ્ર સિંહ ધોની આજે બુધવારે 40 વર્ષનો થયો છે. પોતાની કારકિર્દી દરમિયાન માહીએ ઘણું માન-સન્માન મેળવ્યું છે. ધોની ટીમ ઈન્ડિયાને નવી ઊંચાઈએ લઈ ગયો છે. કેપ્ટન કૂલ વિશે કહેવામાં આવે છે કે તેને ખેલાડીઓમાંથી બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવતા આવડે છે. એક કેપ્ટન તરીકે તે ખેલાડીઓને સપોર્ટ કરતો રહે છે. ધોનીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા ખેલાડીઓને ઝીરોથી હીરો બનાવ્યા છે. તો ચલો, જાણીએ કેટલાક એવા ખેલાડી વિશે, જેમના માટે ધોની એક ગુરૂ સમાન છે....

વિરાટ કોહલી અને ધોનીના સંબંધો
વિરાટ કોહલી અત્યારે ઈન્ડિયન ટીમનો કેપ્ટન છે. આ વાતમાં કોઇ શંકા નથી કે કોહલી વિશ્વના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક છે. કોહલીએ વર્ષ 2008માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ વનડે ક્રિકેટ ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની સતત ત્રીજા નંબર પર વિરાટ કોહલીને બેટિંગ કરવા માટે તક આપતો હતો, જે ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહ્યું હતું.

ધોનીએ કોહલીને કેપ્ટન બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ધોનીએ કોહલીને કેપ્ટન બનાવવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વર્ષ 2011માં જ્યારે કોહલીએ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું ત્યારે તે વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ફ્લોપ સાબિત થયો હતો. કોહલીનું ખરાબ પ્રદર્શન હોવા છતાં ધોનીએ તેને ડ્રોપ નહોતો કર્યો અને મેચ રમવાની તક આપી હતી. ત્યાર પછી ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી કોહલીને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.

વર્ષ 2013માં MS ધોનીના એક નિર્ણયે રોહિતને સ્ટાર બનાવ્યો
રોહિત શર્મા T-20 વર્લ્ડ કપ 2007ની ટીમનો ખેલાડી હતો, પરંતુ તે વનડેમાં સતત નિષ્ફળ જઈ રહ્યો હતો. એને કારણે રોહિતને 2011 વનડે વર્લ્ડ કપની ટીમમાં સામેલ નહોતો કરાયો. રોહિતને વધુ એકવાર ઈન્ડિયાની વનડે ટીમમાં તક અપાઈ હતી, પરંતુ તે કંઈ ખાસ ગેમ દાખવી શક્યો નહોતો.

2013માં ધોનીએ રોહિતને ઓપનિંગ કરવાની તક આપી હતી, જેણે રોહિતને હિટમેન બનાવી દીધો હતો.
2013માં ધોનીએ રોહિતને ઓપનિંગ કરવાની તક આપી હતી, જેણે રોહિતને હિટમેન બનાવી દીધો હતો.

વર્ષ 2013માં MS ધોનીના એક નિર્ણયે રોહિતને સ્ટાર બનાવી દીધો હતો. ધોનીએ રોહિત શર્માને ઓપનિંગ ઓર્ડરમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછી રોહિતે પાછળ વળીને જોયું નહોતું અને પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું હતું. રોહિતને ફેન્સ 'હિટમેન' તરીકે બોલાવા લાગ્યા અને તેણે વનડેમાં ડબલ સેન્ચુરીઓ પણ મારી હતી.

ધોની અને રૈના એક જ દિવસે નિવૃત્ત થયા, બંનેની મિત્રતા પણ જય-વીરુ જેવી​​​

વર્ષ 2020માં બંને ખેલાડીએ એક જ દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી.
વર્ષ 2020માં બંને ખેલાડીએ એક જ દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી.

સુરેશ રૈના અને ધોની વચ્ચે સારી મિત્રતા છે. રૈનાએ વર્ષ 2005માં રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેમણે મોટા ભાગની મેચ ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમી હતી. ધોની સતત રૈનાને સપોર્ટ કરતો હતો, જેને કારણે સુરેશ રૈના ઈન્ડિયન ટીમના મિડલ ઓર્ડરનો મહત્ત્વપૂર્ણ બેટ્સમેન બની ગયો હતો.

ધોની અને રૈના આજે પણ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં એકસાથે રમે છે. વર્ષ 2020માં બંને ખેલાડીએ એક જ દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી.

2013 ઓસ્ટ્રેલિયા ટૂરે જાડેજાને સ્ટાર ઓલરાઉન્ડર બનાવ્યો
રવીન્દ્ર જાડેજા અત્યારે ઈન્ડિયન ક્રિકેટના 'વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર' છે. જાડેજાને ગાઇડ કરવાથી લઇને તેના કરિયરના ખરાબ સમયમાં સપોર્ટ કરવાનું કામ મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યું છે. જાડેજા પોતાના કરિયરના શરૂઆતી સમયમાં સતત નિષ્ફળ જઈ રહ્યો હતો, પરંતુ કેપ્ટન કૂલ ધોનીએ તેનો સાથ નહોતો છોડ્યો. ધોનીએ 2013ના ઓસ્ટ્રેલિયા ટૂરમાં જાડેજાને તક આપી હતી, ત્યારથી તેના કરિયરે અલગ દિશા પકડી લીધી છે.

2013 ઓસ્ટ્રેલિયા ટૂરમાં જાડેજાએ પોતાના બોલિંગ પ્રદર્શનથી બધા ફેન્સ અને સિલેક્ટર્સનાં દિલ જીતી લીધાં હતાં. 2013માં જ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પણ થયું હતું, જેની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી પોતાને નામ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં પણ જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અશ્વિને પણ સફળતાનું શ્રેય ધોનીને આપ્યું
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીએ તેમનું કરિયર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અશ્વિને ઘટસ્ફોટ કર્યો હતો કે IPLની સીઝનમાં તેણે ધોનીનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અશ્વિન 2008માં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમમાં સામેલ થયો હતો. તેણે નેટ પ્રેક્ટિસમાં પણ ધોનીને ઇમ્પ્રેસ કર્યો હતો.

અશ્વિનને ધોનીએ કેરમ બોલ ફેંકવાની સલાહ આપી, જે તેના કરિયરની ગેમ ચેન્જર સાબિત થઈ હતી.
અશ્વિનને ધોનીએ કેરમ બોલ ફેંકવાની સલાહ આપી, જે તેના કરિયરની ગેમ ચેન્જર સાબિત થઈ હતી.

ચેમ્પિયન્સ લીગમાં વિક્ટોરિયા બુશરેન્જર્સ સામે CSKની મેચમાં અશ્વિને સુપર ઓવર કરવા માટે ધોનીને વાત કરી હતી. ધોનીએ પણ તેને તક આપી હતી. આ ઓવરમાં અશ્વિન સારી બોલિંગ નહોતો કરી શક્યો અને 23 રન આપી બેઠો હતો. ધોનીએ ઓવર પછી એટલું જ કહ્યું કે તારે 'કેરમ બોલ' ફેંકવાની જરૂર હતી. તેની આ સલાહ પછી અશ્વિને પણ બેટ્સમેનને કેરમ બોલથી હેરાન કરવાના શરૂ કરી દીધા હતા.

કુલદીપ-ચહલની જોડીને પણ ધોનીએ ગાઈડ કરી

સ્પિન ટ્વીનને સ્ટાર બનાવનાર ધોની.
સ્પિન ટ્વીનને સ્ટાર બનાવનાર ધોની.

સ્પિન ટ્વીન કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ પોતાના સારા પ્રદર્શન પાછળ હંમેશાં ધોનીના ગાઇડન્સનો ઉલ્લેખ કરે છે. વર્લ્ડ કપ હોય કે નોર્મલ મેચ, ધોની હંમેશાં સ્ટમ્પ્સ પાછળથી કુલદીપ યાદવ અને ચહલને ગાઇડ કરતો રહેતો હતો. ધોનીના ગેમપ્લાન પ્રમાણે કુલદીપ-ચહલ મિડલ ઓવર્સમાં બોલિંગ કરતા અને તેમને વિકેટ્સ પણ મળી જતી હતી. જ્યારથી ધોની નિવૃત્ત થયો છે ત્યારથી કુલદીપ-ચહલનું પ્રદર્શન પણ પહેલાં જેવું આક્રમક રહ્યું નથી અને ટીમના પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે પણ તેઓ વલખાં મારી રહ્યા છે.

T-20 વર્લ્ડ કપ 2016 હાર્દિક પંડ્યાની અંતિમ ઓવર કરિયર ડિસાઇડર રહી
ટીમ ઈન્ડિયાના કંગ ફૂ પંડ્યાને બેસ્ટ ફિનિશર અને બોલર બનાવવા પાછળ ધોનીનું યોગદાન રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિક પંડ્યાને અવારનવાર બેટિંગ અને બોલિંગમાં પોતાના ગેમપ્લાન અંગે સલાહ-સૂચના આપી હતી. T20 વર્લ્ડ કપની નૉકઆઉટ મેચમાં બાંગ્લાદેશ સામેની મેચ અંતિમ ઓવર સુધી રસપ્રદ રહી હતી.

ધોનીની કેપ્ટનશિપ અને તેના ગેમપ્લાને હાર્દિકને સારું પ્રદર્શન દાખવવામાં ઘણી સહાય કરી હતી.
ધોનીની કેપ્ટનશિપ અને તેના ગેમપ્લાને હાર્દિકને સારું પ્રદર્શન દાખવવામાં ઘણી સહાય કરી હતી.

2016 T-20 વર્લ્ડ કપની નિર્ણાયક મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે 147 રનનો લક્ષ્યાંક હતો, જેના જવાબમાં તેણે 19 ઓવરના અંત સુધીમાં 6 વિકેટના નુકસાને 136 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 11 રનની આવશ્યકતા હતી, જેમાં ધોનીએ હાર્દિક પંડ્યાને બોલિંગ કરવાની તક આપી હતી. પંડ્યાએ અંતિમ ઓવરના પહેલા 3 બોલ પર 2 ચોગ્ગા ખાધા હતા પછી બેક ટુ બેક 3 વિકેટ ઝડપીને (1 ધોનીનો રનઆઉટ) ટીમને 1 રનથી જીત અપાવી હતી. આ ઓવરમાં પણ ધોનીની કેપ્ટનશિપ અને તેના ગેમપ્લાને હાર્દિકને સારું પ્રદર્શન દાખવવામાં ઘણી સહાય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...