ભાસ્કર રિસર્ચ:વધુ ટી-20 રમતી ટીમો વન-ડેમાં બધી ઓવર રમી શકતી નથી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ ખેલાડીઓને થકવી રહ્યું છે, જેથી તેઓ વહેલા નિવૃત્તિ લઈ રહ્યા છે

ટી-20 ક્રિકેટમાંની લોકપ્રિયતા અને પૈસાને કારણે ખેલાડીઓ તેની પર વધુ ફોક્સ કરી રહ્યા છે. તેની અસર વન-ડે પર જોવા મળી રહી છે. વધુ મેચ થવાને કારણે ખેલાડીઓ વહેલા થાકવા લાગ્યા છે. તેઓ વન-ડેમાં સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકતા નથી. 2022માં 19 દ્વિપક્ષીય વન-ડે સીરિઝ રમાઈ છે, જેમાં 58 વન-ડે મેચ રમાઈ. તેમાંથી 31 વખત જ ટીમો પ્રથમ બેટિંગ કરતા સંપૂર્ણ 50 ઓવર રમી શકી. એટલે 46% મેચમાં ટીમો 50 ઓવર બેટિંગ ન કરી શકી. ઘણા ખેલાડીઓ ટી-20 લીગમાં રમે છે, જેની અસર તેમની રમત પર જોવા મળે છે. હાલમાં ભારત-ઈંગ્લેન્ડની સીરિઝમાં ત્રણેય મેચમાં બંને ટીમો 50 ઓવર રમી શકી નહોતી.

ટી-20ના સ્ટાર વન-ડેમાં નિષ્ફળ વિન્ડીઝના ખેલાડીઓએ સૌથી વધુ ટી-20 મેચ રમી છે. વિન્ડીઝે આ વર્ષે 18 વન-ડે રમી છે. તેમાંથી મોટાભાગની મેચ હારી છે. કારણ કે, વન-ડેમાં પણ તેમની ટીમ ટી-20 જેવી જ રહે છે. ઝડપી રન કરવાના ચક્કરમાં ઝડપથી વિકેટો ગુમાવે છે.

મહિલાઓમાં પણ વન-ડે કરતાં ટી-20 મેચ વધી મહિલા ક્રિકેટમાં પણ ટી-20નો ક્રેઝ છે. 5 સિઝનમાં મહિલા ક્રિકેટની 305 મેચ રમાઈ. જેમાં 292 મેચ ટી-20ની હતી. એટલે કે 70%. મહિલા ક્રિકેટમાં પહેલાથી જ ટેસ્ટની સંખ્યા નહિવત્ જેવી રહી છે. આંકડાઓને જોતા મહિલા ક્રિકેટમાં વન-ડે મેચોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

ગત 5 સિઝનમાં 35% સુધી ટી-20 મેચ વધી, ખેલાડીઓ પર દબાણ વધ્યું
ગત 5 સિઝન (2017-18થી 2021-22) માં કુલ 997 મેચ રમાઈ છે. જેમાંથી 425 મેચ 42.4% ટી-20 હતી. જ્યારે 2012-13 થી 2016-17ની સિઝનમાં કુલ 650 મેચ રમાઈ હતી. એટલે કે ગત 5 સિઝનથી 65 ટકા ઓછી. તેમાં ટી-20 મેચો માત્ર 23% હતી. એટલે ખેલાડીઓ પાસે વન-ડે જ મોટો વિકલ્પ હતો. પરંતુ હવે ટી-20 અને વન-ડે બંનેની સમાન સંખ્યામાં મેચો થવા પર ખેલાડીઓ પર વધુ મેચ રમવાનું દબાણ રહે છે. જેથી ખેલાડીઓ એક ફોર્મેટમાં જ રમવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...