તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગ્લિશ દર્શકોને સિરાજનો સણસણતો જવાબ:ફિલ્ડિંગ કરી રહેલા ઈન્ડિયન ફાસ્ટ બોલરને ચીડવવા દર્શકોએ પૂછ્યું- સ્કોર શું થયો? સિરાજનો જવાબ- ભારત સિરીઝમાં 1-0થી આગળ

એક મહિનો પહેલા
  • ઇંગ્લિશ દર્શકોએ સિરાજ પર બોલ પણ ફેંક્યો હતો
  • વિરાટ કોહલી આ પ્રમાણેના વ્યવહારના લીધે ગુસ્સે થયો હતો

લીડ્ઝ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં કોહલીની ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 120 રન ફટકાર્યા. ઈંગ્લેન્ડના સમર્થકો આ મજબૂત સ્થિતિથી ખૂબ ખુશ છે. આ આનંદ અને ઉત્સાહ લીડ્ઝમાં પણ દેખાયો. બોલિંગ કર્યા બાદ બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરવા ગયેલા સિરાજને કેટલાક પ્રેક્ષકોએ તેને ચીડવવા માટે સ્કોર પૂછ્યો. સિરાજે પણ જડબાંતોડ જવાબ આપ્યો હતો. ઈન્ડિયન ફાસ્ટ બોલરે સંકેત આપ્યો હતો કે ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. સિરાજ પર ફિલ્ડિંગ દરમિયાન દર્શકોએ બોલ પણ પણ ફેંક્યો હતો.

સિરાજે હાથ દ્વારા 1-0નો ઈશારો કરી દર્શકોને જણાવ્યું કે સિરીઝમાં ભારત આગળ છે.
સિરાજે હાથ દ્વારા 1-0નો ઈશારો કરી દર્શકોને જણાવ્યું કે સિરીઝમાં ભારત આગળ છે.

રિષભ પંતે મેચ પછી ખુલાસો કર્યો
પહેલા દિવસની મેચ બાદ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ખુલાસો કર્યો હતો કે ફિલ્ડિંગ દરમિયાન પેસર મોહમ્મદ સિરાજ પર દર્શકોએ બોલ ફેંક્યો હતો. ત્યાર બાદ ભારતીય કેપ્ટન કોહલી ખૂબ ગુસ્સે થયો હતો અને તેણે સિરાજને બોલ બહાર ફેંકવા જણાવ્યું હતું. કોહલીનો ગુસ્સો પણ કેમેરા પર દેખાયો હતો.

પંતે કહ્યું હતું કે કોહલી ગુસ્સે થયો હતો, કારણ કે એક પ્રેક્ષકે સિરાજ પર બોલ ફટકાર્યો હતો. તમે જે કહેવા માગો છો, તમે એ કહી શકો છો, પરંતુ ફિલ્ડરો પર વસ્તુઓ ફેંકવી યોગ્ય નથી.

સિરાજે બે ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી છે
મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી છે. લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે આઠ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 30 ઓવરમાં 94 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં તેણે 10.5 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને ઇશાંત શર્માની હાજરી સાથે ફાસ્ટ બોલિંગ ચોકડીનો સૌથી યુવા સભ્ય છે.

ઓસ્ટ્રેલિયામાં પણ દર્શકોએ અપશબ્દો કહ્યા હતા
મોહમ્મદ સિરાજને આ વર્ષેની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન દર્શકોનો આ પ્રમાણેના સ્વભાવનો સામનો કરવો પડ્યો હતો. સિડની ટેસ્ટ દરમિયાન દર્શકોએ તેમના પર વંશીય ટિપ્પણીઓ કરી હતી અને તેને અલગ-અલગ નામોથી ચીડવ્યો હતો. એને લીધે રમતને રોકવામાં આવી હતી અને આવા દર્શકોને સ્ટેડિયમની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સિરાજ અને રહાણેએ આ બાબતે અમ્પાયરને ફરિયાદ કરી હતી. આ બાબતનો ઘણો વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...