તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND vs AUS સિડની ટેસ્ટ:રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ ઇમોશનલ થઈ રડી પડ્યો; વિડિયો વાઇરલ થયા બાદ જણાવ્યું રડવાનું કારણ

સિડની14 દિવસ પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી સિડનીમાં રમાઈ રહી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ઈમોશનલ થઇ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં હતાં. એનો આ વિડિયો ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો ઘણો વાઈરલ થયો હતો. અંતે તેણે વીડિયો શેર કરીને કારણ જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત વખતે પિતાની યાદ આવી ગઈ હતી આથી રડવું આવી ગયું. જો તેઓ જીવિત હોત તો મને ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોઈ શકત.

ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી, સિરાજે જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો. તેણે ઓપનર ડેવિડ વોર્નરને 5 રને પેવેલિયન ભેગો કર્યો હતો.. સિરાજે ગઈ મેચમાં મેલબર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું. આ તેની બીજી ટેસ્ટ મેચ છે. ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.

સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો
ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન પિરિયડને કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો. ફાસ્ટ બોલર સિરાજ IPL રમ્યા બાદ ટીમની સાથે UAEથી સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. આ દરમિયાન તેના પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી ફેફસાંની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.

પિતાએ રિક્ષા ચલાવીને મારું સપનું પૂરું કર્યું
હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલીચોકીથી આવતાં સિરાજે કહ્યું હતું કે "હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂરું કરવા માટે ઘણી જ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવી દીધો."

IPLમાં સિરાજે 35 મેચમાં 39 વિકેટ લીધી
સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. એ બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેણે 39 વિકેટ લીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે, જોકે તેમાં તેને એકપણ વિકેટ મળી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser