તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 સીઝનમાં કેરળના બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને મુંબઈ વિરૂદ્ધ લીગ મેચમાં પોતાની સ્ફોટક ઇનિંગ્સ રમીને સૌને આશ્ચર્યમાં મૂકી દિધા. મોહમ્મદ અઝહરુદ્દીને આ મેચમાં 37 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી અને મેચ ખતમ થયો ત્યાં સુધીમાં તેણે 54 બોલનો સામનો કરીને અણનમ 137 રન ફટકાર્યા. મોહમ્મદ અઝહરુદ્દીને પોતાની ઈનિંગમાં કુલ 11 સિક્સ અને 9 ફોર મારી.
અઝહરુદ્દીને ફટકારી બીજી સૌથી ઝડપી સેન્ચુરી
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તે કેરળ તરફથી સેન્ચુરી લગાવનાર પહેલો બેટ્સમેન બન્યો છે સાથે જ આ ટૂર્નામેન્ટમાં સૌથી ફાસ્ટ બીજી સેન્ચુરી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ રૂષભ પંતના નામે છે જેઓએ 32 બોલમાં આ કમાલ કર્યો હતો. રૂષભ પછી મોહમ્મદ અઝહરુદ્દીને 37 બોલમાં સેન્ચુરી ફટકારીને આ ટૂર્નામેન્ટમાં બીજી સૌથી ઝડપથી સેન્ચુરી લગાડવાની ઉપલબ્ધ હાંસલ કરી છે.
💯 in 37 balls! 🔥🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 13, 2021
Sensational stuff this is from Mohammed Azharuddeen. 👍👍
What a knock this has been from the Kerala opener! 👏👏 #KERvMUM #SyedMushtaqAliT20
Follow the match 👉 https://t.co/V6H1Yp60Vs pic.twitter.com/Nrh88uOOFU
અઝહરુદ્દીને કેએલ રાહુલને પાછળ છોડ્યો
ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રેયસ અય્યરના નામે છે. તેઓએ વર્ષ 2019માં સિક્કિમ વિરૂદ્ધ 147 રન બનાવ્યા હતા અને હવે મોહમ્મદ અઝહરુદ્દીન આ રેકોર્ડમાં બીજા નંબરે આવી ગયો છે. આ પહેલાં બીજા નંબરે કેએલ રાહુલ હતો જેને 2020માં આરસીબી વિરૂદ્ધ નોટઆઉટ રહીને 132 રન બનાવ્યા હતા, પરંતુ હવે અઝહરુદ્દીને તેને પાછળ છોડી દિધો છે અને તેને 137 રનની ઇનિંગ્સ રમીને બીજા નંબરે આવી ગયો છે.
ટી-20માં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ-4 ભારતીય બેટ્સમેન
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.