• Gujarati News
  • Sports
  • Cricket
  • Moen Ali Announcement Of Order Of British Umpires For Contribution To Cricket, Discussion Of Comeback In Test Cricket

મોઈન અલીને ખાસ સન્માન મળશે:ક્રિકેટમાં યોગદાન માટે ઓર્ડર ઓફ બ્રિટિશ અમ્પાયર આપવાની જાહેરાત, ટેસ્ટ ફોર્મેટમાં કમબેકની ચર્ચા ચાલી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીનું ટેસ્ટ ટીમમાં કમબેક થવાની અટકળો લગાવાઈ રહી છે. આ દરમિયાન તેને ઓર્ડર ઓફ બ્રિટિશ અમ્પાયર એવોર્ડ આપવાની જાહેરાત પણ કરાઈ છે. આના માટે મોઈન અલીનું નામ ક્વીંસ પ્લેટિનમ જુબલીની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ આ અંગે જાણકારી આપી છે.

મોઈન અલીએ એવોર્ડ આપવાની જાહેરાત કર્યા પછી, ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે. મને ગર્વ છે કે આ ગેમ હું રમું છું અને આને રમવા માટે વિશ્વભરમાં સફર કરી રહ્યો છું. આ પ્રમાણેનું સન્માન મળવું મારા માટે ગર્વની વાત છે.

ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર
ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર

ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (OBE) વિશે માહિતી
OBE બ્રિટિશ સામ્રાજ્યનું સવ્રોચ્ચ સન્માન ગણવામાં આવે છે. આની સ્થાપના કિંગ જ્યોર્જ 5એ કરી હતી. હવે દેશમાં આને એક પ્રતિષ્ઠિત વ્યક્તિને આપવામાં આવે છે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટેસ્ટથી નિવૃત્તિ લીધી હતી
મોઈન અલીએ ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તેના કમબેકની પણ ચર્ચા ચાલી રહી છે. મોઈન અલીએ અત્યારસુધી 64 ટેસ્ટ મેચમાં 2,914 રન કર્યા છે. જેમાં 5 સદી અને 14 ફિફ્ટી સામેલ છે. આ સિવાય તેણે ટેસ્ટ ફોર્મેટમાં 195 વિકેટ લીધી હતી, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ અણનમ 155 રનની રહી છે. જ્યારે એક ઇનિંગમાં 53 રનમાં 6 વિકેટ લેવી તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું હતું. આ ઓલરાઉન્ડરે જૂન 2014માં લોર્ડ્સમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો
ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી રમાયેલી 49 T20 મેચોમાં 18.73ની એવરેજથી 637 રન કરીને 83 વિકેટ લીધી છે. તે જ સમયે, 112 વનડેમાં, તેણે 25.02ની એવરેજથી 1,887 રન કર્યા છે અને 87 વિકેટ પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...