તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Mithali Raj Became The Highest Run Scorer In Women Cricket Also Became The Captain With The Most Wins In ODIs

મિતાલી બની 'મહિલા ક્રિકેટની તેંડુલકર':સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારી મહિલા બેટ્સમેન બની, વનડેમાં 84મી જીત સાથે નંબર-1 કેપ્ટન પણ બની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિતાલીએ 317 મેચમાં 10,337 રન બનાવ્યા છે

ભારતીય મહિલા વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજે એક દિવસમાં 2 રેકોર્ડ બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચ પછી મિતાલીએ બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કેપ્ટન તરીકે મિતાલીએ વિશ્વમાં સૌથી વધુ મેચ જીતી છે.

મિતાલીએ 317 મેચમાં 10,337 રન બનાવ્યા
મિતાલીએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં 75* રનની ઈનિંગ રમી હતી. મિતાલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની 317* મેચમાં કુલ 10,337* રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન એડવર્ડ્સ (309 મેચમાં 10,273 રન)નો રેકોર્ડ તોડ્યો હતો. ત્રીજી વનડે પહેલા મિતાલી ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટનથી 11 રન પાછળ હતી. તેણે ઈંગ્લિશ બોલર નેટ શીવરની ઓવરમાં ફોર મારીને આ સિદ્ધિ મેળવી હતી. હવે પુરુષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બંને ટોપ રન સ્કોરર ખેલાડીઓ ઈન્ડિયન છે. પુરુષ ક્રિકેટમાં સચિન તેંડુલકર 34,357 રનથી નંબર-1 છે.

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં મિતાલીનું પ્રદર્શન
મેચરનબોલ
172108
25992
375*86

મહિલા ટીમ 4 વિકેટથી જીતી
ત્રીજી વનડેમાં મિતાલીની ઈનિંગના કારણે ભારતે 4 વિકેટથી મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 219 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 46.3 ઓવરમાં 6 વિકેટના નુકસાને 220 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મિતાલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમની આ 84મી જીત હતી. તેણે ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્કનો (83 જીત) રેકોર્ડ તોડ્યો હતો.

2017માં ટોપ રન સ્કોરર બની
મિતાલી રાજ 2017માં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર બની ગઈ હતી. તેણે વર્લ્ડ કપની લીગ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. મિતાલી પહેલા આ રેકોર્ડ પણ ઈંગ્લિશ ટીમની પૂર્વ કેપ્ટન એડવર્ડ્સના નામે હતી. આજ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન મિતાલી રાજે મહિલા વનડે મેચમાં પોતાના 6 હજાર રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે પહેલી મહિલા બેટ્સમેન બની ગઈ છે.

T-20 ક્રિકેટથી રિટાયર્ડ
મિતાલી રાજે 20190માં T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. આ ફોર્મેટમાં તેણે 2364 રન બનાવ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 669 રન
મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટની 11 મેચમાં 44.60ની એવરેજથી 669 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તે ભારતીય મહિલા બેટ્સમેનની યાદીમાં ચોથા નંબર પર છે.

ઈંગ્લેન્ડની ઓવરઑલ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું
ઈંગ્લેન્ડમાં ટીમે 3માંથી 2 વનડે જીતી. ઓવરઑલ આ સિરીઝનું રિઝલ્ટ જોઇએ તો તે 6-4 પોઈન્ટનું થાય છે. ટેસ્ટ મેચ ડ્રો રહેતા બંને ટીમને 2-2 પોઈન્ટ મળ્યાં. બે વનડે મેચ જીતીને ઈંગ્લેન્ડે 4 પોઇન્ટ મેળવ્યા. 1 વનડે જીત્યા પછી ભારતીય ટીમે વધુ 2 પોઈન્ટ પોતાના ખાતામાં એડ કરી દીધા છે. હવે ઓવરઑલ સિરીઝની વિજેતા ટીમનો નિર્ણય 3 T-20 મેચ દ્વારા થશે.

અન્ય સમાચારો પણ છે...