તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન ક્રિકેટ:મિસબાહે નવી કોન્ટ્રાક્ટ લિસ્ટ તૈયાર કરી, હજી મંજૂરી મળી નથી; ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર કેપ્ટન સરફરાઝ બહાર

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેક્ટર મિસબાહ ઉલ હકે મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાન સાથે મળીને નવી સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ તૈયાર કરી છે. તેને હજી મંજૂરી મળવાનું બાકી છે. -ફાઈલ ફોટો - Divya Bhaskar
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેક્ટર મિસબાહ ઉલ હકે મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાન સાથે મળીને નવી સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટ તૈયાર કરી છે. તેને હજી મંજૂરી મળવાનું બાકી છે. -ફાઈલ ફોટો
 • નવી લિસ્ટમાંથી વહાબ રિયાઝ, મો. આમિર, હસન અલી, ઝમાન અને શિનવારી જેવા ખેલાડીઓ બહાર
 • નસીમ શાહ, આબિદ અલી અને મોહમ્મદ હસનૈનનો સમાવેશ થયો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને ચીફ સિલેક્ટર મિસબાહ-ઉલ-હકે નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ તૈયાર કરી છે. આ યાદી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ એહસાન મનીને મંજૂરી માટે મોકલવામાં આવી છે. જો સૂત્રોની વાત માનીએ તો, પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી જીતડનાર કેપ્ટન સરફરાઝ અહેમદને આ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

મિસબાહની સાથે મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને પણ યાદી તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સરફરાઝ ઉપરાંત વરિષ્ઠ ખેલાડીઓ વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિરને પણ આ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે.

કોરોનાના કારણે 2 મહિના પહેલા લિસ્ટ જારી કરાશે સામાન્યરીતે પીસીબી આ કોન્ટ્રાકટ લિસ્ટ જુલાઈમાં જારી કરે છે. વસીમે કહ્યું કે, આ વખતે કોરોનાના કારણે મોટાભાગના ખેલાડીઓમાં અસલામતીનો ભય છે. તેને દૂર કરવા કોન્ટ્રાકટ લિસ્ટ વહેલું જાહેર કરવામાં આવશે. પીસીબી ઇચ્છે છે કે ખેલાડીઓ જાણે કે વૈશ્વિક આર્થિક સંકટની તેમના પર અસર થશે નહીં.

સિનિયર ખેલાડીઓ ટેસ્ટ રમવા માંગતા નથી સૂત્ર અનુસાર વહાબ, આમિર, ફકર ઝમાન, ઉસ્માન શિનવારી અને હસન અલી જેવા કેટલાક સિનિયર ખેલાડીઓ નવી યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ નસિમ શાહ, આબિદ અલી અને મોહમ્મદ હસનૈન જેવા ખેલાડીઓ લેવામાં આવ્યા છે. પીસીબીએ કહ્યું કે, નવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. આ કારણે તેમને એવોર્ડ મળી રહ્યો છે. તે જ સમયે, કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ ટેસ્ટ રમવા માટે તૈયાર ન હતા, તેથી તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. "

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો